Homeગામનાં ચોરેસાત સમંદર પારનો પ્રેમઃ પેરિસથી યુવતી બિહારના બોયફ્રેન્ડને પરણવા આવી, વિદેશી કન્યાને...

સાત સમંદર પારનો પ્રેમઃ પેરિસથી યુવતી બિહારના બોયફ્રેન્ડને પરણવા આવી, વિદેશી કન્યાને જોવા આખું ગામ ઉમટ્યું

Team Chabuk-National Desk: કહેવાય છે કે પ્રેમને કોઈ સિમાડા નથી નડતાં. સાત સમંદર પણ પ્રેમ થઈ શકે અને લગ્ન પણ થઈ શકે. આ વાતને હકીકતમાં પલટાવી છે બિહારના યુવક અને પેરિસની યુવતીએ. ફ્રાંસના પેરિસમાં રહેતી એક યુવતી સાત સમંદર પાર કરીને ભારતમાં પોતાના ભારતીય બોયફ્રેન્ડ સાથે સાત ફેરા ફરવા આવી. વાત જાણે એમ છે કે, ફ્રાસના પેરિસમાં રહેતી મૈરી લોરી હેરલ નામની યુવતીને બિહારના બેગુસરાયમાં રહેતા રાકેશ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો. તેથી બન્નેએ ગઈકાલે રવિવારે ધામધૂમથી હિન્દુ રીત-રિવાજો પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.

જ્યારે બન્નેના લગ્ન થયા તો બિહારના વરરાજા અને વિદેશી કન્યાને જોવા માટે ગામ આખું ઉમટી પડ્યું. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ બીજા દિવસે પણ વિદેશી કન્યાને જોવા માટે ઘરે સંબંધીઓ અને ગામ લોકોની લાઈનો લાગેલી રહી. બિહારના બેગુસરાયના કટહરિયામાં રહેતા રામચંદ્ર સાહના પુત્ર રાકેશ કુમારને પેરિસમાં રહેતી બિઝનેસવુમન મૈરી લોરી હેરલ સાથે પ્રેમ થઈ જતાં યુવતી પેરિસથી રાકેશ કુમાર સાથે પરણવા માટે બિહાર આવી પહોંચી હતી. જ્યાં બન્નેના સનાતન પરંપરા અનુસાર લગ્ન સંપન્ન થયા હતા. મૈરીની સાથે પેરિસથી તેની માતા-પિતા પણ લગ્નમાં સામેલ થવા આવ્યા હતા. આવતા અઠવાડિયે કન્યા અને વરરાજા પેરિસ ચાલ્યા જશે.

વરરાજાના પિતા રામચંદ્ર સાહે જણાવ્યું કે, તેમનો દીકરો રાકેશ કુમાર દિલ્હીમાં રહીને દેશના અલગ અલગ વિસ્તારમાં ટુરિસ્ટ ગાઈડનું કામ કરતો હતો. આ દરમિયાન લગભગ છ વર્ષ પહેલાં તેની મિત્રતા ભારત ફરવા માટે આવેલી મૈરી સાથે થઈ હતી. ભારતથી ફ્રાંસ ગયા બાદ બન્ને વચ્ચે વાતચીત ક્યારે પ્રેમમાં પરિણમી તેનો ખ્યાલ કોઈને ન રહ્યો. ત્યારબાદ ત્રણ વર્ષ પહેલાં રાકેશ પણ પેરિસ ચાલ્યો ગયો. ત્યાં રાકેશ અને મૈરી ભાગીદારીમાં કપડાનો વ્યવસાય કરવા લાગ્યા. કપડાનો વ્યવસાય કરતાં કરતાં બન્ને વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બન્યો.

બન્નેના પ્રેમ સંબંધની મૈરીના પરિવારજનોને થઈ તો તેમણે પણ આ સંબંધો પર મુહર લગાવી દીધી. મૈરીને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એટલી પસંદ હતી કે તેણે ભારત આવીને થનાર પતિના ગામમાં લગ્ન કરવાનું આયોજન કર્યું. ત્યારબાદ મૈરી પોતાના માતા-પિતા અને રાકેશ સાથે ગામમાં પહોંચી, જ્યાં ગઈકાલે રવિવારે રાતે ભારતીય હિન્દુ પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન સંપન્ન થયા. એવી પણ જાણકારી મળી છે કે રાકેશના મામા પણ ગાઈડનું કામ કરે છે અને તેઓની લવસ્ટોરી પણ રાકેશ જેવી જ છે. તેના મામા પણ લગ્ન કરીને ફ્રાંસમાં જ રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments