Team Chabuk-Gujarat Desk: જો તમે આગામી બે મહિના સુધી દીવમાં કોઈ પણ બીચ પર દરિયામાં નાહ્વા જશો તો તમારી સામે પોલીસ ફરિયાદ થશે. દીવમાં અધિક જિલ્લા કલેક્ટરના આદેશ પ્રમાણે તમામ બીચ પર 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ મુકાયો છે.
સાવચેતીના ભાગરૂપે કલેક્ટર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આદેશ પ્રમાણે તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ચોમાસા દરમિયાન દરિયામાં કરંટ રહેતો હોય છે. ભારે પવનના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળતા હોય છે., જેથી માનવ જિંદગીને દરિયામાં જવાથી ખતરો વધી જાય છે., જેના પગલે તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક પગલા લેવાઈ રહ્યા છે.
આમ તો કાયમી ધોરણે બીચ પર પોલીસનો પહેરો જોવા મળે છે. પરંતુ હવે 31 ઓગસ્ટ સુધી પોલીસ સ્ટાફ સતત તૈનાત રહેશે. અને નાહવા જનારા લોકો સામે કાર્યવાહી કરશે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. બીજી દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરીફરી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત