Homeગુર્જર નગરીમોરબીમાંથી અપહરણ થયેલા બાળક સાથે અપહરણ કર્તા ઝડપાયો, ગોલો ખવડાવવાના બહાને લઈ...

મોરબીમાંથી અપહરણ થયેલા બાળક સાથે અપહરણ કર્તા ઝડપાયો, ગોલો ખવડાવવાના બહાને લઈ ગયો હતો

Team Chabuk-Gujarat Desk: મોરબીના ઘુંટુ ગામે ઉમા રેસિડેન્સીમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલા 7 વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાનું અપહરણ થયું હતું ત્યારે અપરણકર્તા બાળક સાથે જામનગરથી ઝડપાઇ ગયો છે. બાળકને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા ગઈ કાલ સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કરીને લઈ ગયો હતો.

ભાણેજનું અપહરણ થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આ મામલે તેના મામા રાજેશ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી 5 ટીમ બનાવી અને ઠેર ઠેર નાકા બંધી કરી હતી. ત્યારે ગત મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને જામનગર પોલીસે ઝડપી લીધાના સમાચાર મળતા પરિવારજનો અને પોલીસને રાહત થઈ હતી.

જામનગર પોલીસે આરોપી અને બાળકને મોરબી પોલીસને સોંપ્યા હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપીએ બાળકનું અપહરણ શા માટે કર્યું હતું તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments