Homeગુર્જર નગરીરાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, વરાછા રોડ, ઓલપાડ, કુતિયાણા, રાધનપુર બેઠક પરથી AAPના...

રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, વરાછા રોડ, ઓલપાડ, કુતિયાણા, રાધનપુર બેઠક પરથી AAPના આ મૂરતિયા લડશે ચૂંટણી

Team Chabuk-Gujarat Desk: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીના 11મા લિસ્ટમાં ઘણા જાણીતા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. 11મા લિસ્ટમાં વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં અલ્પેશ કથિરિયાનું નામ પણ સામેલ છે. અલ્પેશ કથિરિયા સુરતની વરાછા રોડ બેઠક પરથી ચૂંટણી લડશે.

ઓલપાડ વિધાનસભા બેઠક માટે ધાર્મિક માલવિયાને પસંદ કરાયા છે. આ ઉપરાંત રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ દિનેશ જોશીને ટિકિટ આપી છે. જ્યારે રાજકોટ પૂર્વ બેઠક પરથી રાહુલ ભુવા મેદાને છે ઉતરશે. જ્યારે રાધનપુરથી લાલજી ઠાકોર ચૂંટણી લડશે. તો કુતિયાણાથી ભીમા દાના મકવાણા આમ આદમી પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડશે.

આ ઉપરાંત ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમ.કે.બાંભણિયા, પાલનપુરથી રમેશ નભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, મોડાસા બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ અપાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments