Team Chabuk-Sports Desk: T20 World Cupમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. સુપર-12માં 5માંથી 4 મેચમાં જીત મેળવી પોઈન્ટ્સ ટેબલ પર ભારતીય ટીમ (Team India ) ટોચ પર બિરાજમાન છે. હવે ભારતની નજર સેમીફાઈનલમાં અંગ્રેજોને હરાવવા પર છે અને તેના માટે જ રોહિત શર્મા ટીમમાં મજબૂત ખેલાડીઓ સાથે ક્રિકેટના જંગમાં ઉતરશે.
ઝિમ્બાબ્વે સામે 71 રનથી જીત મેળવી છે. આગામી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે 10 નવેમ્બરના રોજ એડિલેડ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સેમીફાઈનલમાં બે મોટા ફેરફાર કરી શકે છે. ટીમમાં ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીને સેમીફાઈનલમાં બહાર બેસવું પડી શકે છે. એટલે કે, અત્યાર સુધી બહાર બેસેલા અન્ય ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
ઝિમ્બાબ્વે સામે રિષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે ફક્ત 5 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. તે ફરી એકવાર નિષ્ફળ સાબિત થયો છે. જેથી સેમી ફાઈનલ જેવી મહત્વની મેચમાં તેને બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને ફરી એક વખત દિનેશ કાર્તિકને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવશે.
આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન પણ એક મેચ સિવાય કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. તેણે ઝિમ્બાબ્વે સામેની મેચમાં 3 વિકેટ લીધી છે પરંતુ જ્યારે ભારતીય ટીમને મધ્ય ઓવરમાં વિકેટની જરૂર હતી ત્યારે તે અપાવી શક્યો નથી. આ પહેલાની મેચોમાં પણ તે નિષ્ફળ રહ્યો છે. જેથી મુખ્ય સ્પીનર યુઝવેન્દ્ર ચહલને હવે સામેલ કરવામાં આવી શકે છે.
બે મોટા ફેરફાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઉતરી શકે છે. હાલ ભારત અને ઈંગ્લેન્ડ બે પૈકી ભારતને જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જો કે, ક્રિકેટ અસમંજસતાની રમત છે તેમાં કઈ પણ થઈ શકે છે. ભારતીય ટીમ સેમીફાઈનલ જીતીને ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવી શકે છે અને ફાઈનલમાં જીતી ટી-20 વિશ્વ કપનો ખિતાબ પણ પોતાના નામે કરી શકે છે. ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા