Team Chabuk-Gujarat Desk: ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું (Laxman Barot) નિધન થયું છે. આજે વહેલી સવારે લક્ષ્મણ બારોટે અંતિમ શ્વાસ લીધા છે. લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ભજન રસિકોમાં શોક વ્યાપી ગયો છે. ભજનની દુનિયામાં લક્ષ્મણ બારોટનું નામ ખૂબ જ જાણીતું હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા છે.

લોકગાયક લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેઓના આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ છે. તેઓએ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો. લક્ષ્મણ બાપુ ઘણીવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. લક્ષ્મણ બારોટે પોતાના જીવનકાળ દરમિયાન જાહેર મંચો પરથી ડાયરામાં અનેક ભજનો ગાઈને શ્રોતાઓનો મંત્રમુગ્ધ કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે