Homeગુર્જર નગરીસાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા, સંતોને કોઈપણ પ્રકારનું વિવાદિત નિવેદન ન આપવા...

સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા, સંતોને કોઈપણ પ્રકારનું વિવાદિત નિવેદન ન આપવા ઠરાવ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે લાગેલા વિવાદિત ભીંતચિત્રો દુર કરવામાં આવ્યા છે. જે બે ચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાયા હતા તે ભીંચતિત્રો દુર કરી દેવામાં આવ્યા છે. બન્ને વિવાદિત ભીંતચિત્રો આજે સૂર્યોદય પહેલા જ હટાવી લેવાયા છે અને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળેલી બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે બંને વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયાં હતાં અને તેની જગ્યાએ નવાં ચિત્રો લગાવાયાં છે.

salangpur

આ વિવાદિત ભીંતચિત્રો મામલે સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલના સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.

વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, બેઠક અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે અને આ પ્રેસનોટ હું આપને વાંચી સંભળાવું. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના પાયાનું કામ પરિષદ કર્યું હતું. શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં દ્વારકાધીશ શંકરાચાર્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments