Team Chabuk-Gujarat Desk: આખરે ગુજરાતમાં (gujarat) ઓમિક્રોનની (omicron) એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના જામનગરમાં (jamnagar) ઓમિક્રોનનો પ્રથમ કેસ (first case) નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર પરત આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં આ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. બે દિવસ પહેલાં આ વ્યક્તિના સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ સેમ્પલનો આજે રિપોર્ટ આવ્યો છે. ઝિમ્બાબ્વેથી જામનગર ફ્લાઈટમાં આવેલા આ વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ દર્દીનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
A person is found omicron positive in Jamnagar. We've isolated him & are monitoring him. A micro containment zone has been made where he is living. In the area, we will do the tracing, testing of people: Manoj Aggarwal, ACS, Health & Family Welfare Dept, Gujarat pic.twitter.com/auBpCFSxuP
— ANI (@ANI) December 4, 2021
જામનગરમાં આજે ઝડપથી ફેલાઈ રહેલા નવા ઓમિક્રોન વેરિયંટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઈ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ પર વધુ નજર રાખવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે તંત્રએ વૃદ્ધ દર્દીના સંપર્કમાં આવેલા 11 સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. આ ઉપરાંત હવે પોઝિટિવ આવનાર આ વૃદ્ધ સાથે ઝિમ્બાબ્વેથી ફ્લાઈટમાં આવનાર અન્ય યાત્રિકોનું ટ્રેસિંગ પણ કરવામાં આવશે. આ વૃદ્ધ અત્યાર સુધી જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હશે તે તમામને શોધીને તેઓના રિપોર્ટ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
