Homeગુર્જર નગરીમોંઘવારીનો કરંટઃ ગુજરાતમાં વીજળીના ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંકાયો

મોંઘવારીનો કરંટઃ ગુજરાતમાં વીજળીના ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંકાયો

Team Chabuk-Gujarat Desk: મોંઘવારીના આકરા સમયમાંથી પસાર થઈ રહેલી રાજ્યની જનતા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સરકારી વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. GUVNL એ ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કર્યો છે. 1લી મેથી પ્રતિ યુનિટનો ભાવ 2.50 રૂપિયા વસૂલાશે. જોકે, ખેડૂતોને આ ભાવ વધારો લાગુ નહિ કરાય. વીજળીનો નવો ભાવ ખેડૂતોને લાગૂ પડશે નહિ. સરકારના આ નિર્ણયથી 1.30 કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે 3240 કરોડનો બોજ વધશે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધી રહેલા ભાવની વચ્ચે ગુજરાતમાં વીજળીના ભાવમાં વધારો ઝીંંકવામાં આવ્યો છે. વીજળીમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. જેથી રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને તેની સીધી અસર થશે. ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ 2.30 રૂપિયાથી વધારી 2.50 રૂપિયા કર્યા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર વીજ વીતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પહેલી મે 2022થી યુનિટ દીઠ 20 પૈસા લેવાની છૂટ આપી છે. 

મહત્વનું છે કે, છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વાર ઈંધણ સરચાર્જના ભાવ વધાર્યા છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે FPPPAમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરાયો હતો. આમ, ચાર મહિનાના ગાળામાં 50 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments