Team Chabuk-Gujarat Desk: સુરતના મહિધરપુરા વિસ્તારમાં સોનુ મળવાની લાલચમાં બે યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્વેલર્સની દુકાન પાસે આવેલી ગટરમાંથી સોનુ મળશે તેવી લાલચે બે યુવાનો ગટરમાં ઉતર્યા હતા. જ્યાં ગુંગળામણથી બન્ને યુવકના મોત થયા છે. આ ઘટના સુરતના મહિધરપુરા વિસ્તારની છે. જ્યાં બન્ને યુવકો ગટરમાં હીરા અથવા સોનાનો ભૂક્કો મળશે તેવી લાલચથી અંતર ઉતર્યા હતા પરંતુ હીરા અને સોનાની જગ્યાએ મોત મળ્યું હતું. હાલ આ મામલે સુરત પોલીસ તપાસ કરી રહી છે.
મળતી વિગતો પ્રમાણે સુરતના અંબાજી રોડ મહાલક્ષ્મીના ખાંચામાં વહેલી સવારે આ ઘટના બની હતી. વહેલી સવારે 4 વાગે ગટરમાં કામ કરતા બે યુવાન ગૂંગળાઈ ગયા હતા. ગૂંગળાઇ જવાના કારણે બંને બેભાન થઈ ગયા હતા. બંનેને ફાયર બ્રિગ્રેડના જવાનોએ ગટરમાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા.

બંને મૃતક યુવકોની ઓળખ હજી થઈ નથી. તેઓ વહેલી સવારે અંબાજી વિસ્તારમાં ગટરનું ઢાંકણુ ખોલીને જાતે જ અંદર ઉતર્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. ફાયર વિભાગને રાત્રે 3 વાગ્યે કોલ મળ્યો હતો, જેના બાદ તાત્કાલિક પહોંચેલી રેસ્ક્યૂ ટીમે બંનેને બહાર કાઢ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરતા અંબાજી રોડ પર અનેક જ્વેલર્સની દુકાનો અને શો-રૂમ અને હીરાના કામકાજ થાય છે. જેથી અનેક લોકો માને છે કે દાગીનાની દુકાનોમાં સોનુ ઓગાળ્યાના બાદ તેના ટુકડા અને અંશો ગટરમાં વહી જતા હોય છે. તેથી કેટલાક લોકો તેને કાઢવા આવી દુકાનોની આસપાસની ગટરોમાં ઉતરે છે. આ કામ અત્યંત જોખમી છે. પરંતુ સોનુ મેળવવાની લાલચમાં તેઓ જીવ જોખમમાં મૂકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
