Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. એવા સમયે જિલ્લાના ઊના શહેરમાં ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં આખલાના યુદ્ધે લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આખલાઓની લડાઈથી વાહનો થંભી ગયા. તો લોકોમાં પણ નાસભાગ મચી ગઈ.
ઊના શહેરમાં ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઊનાના ટ્રાફીકથી ધમધમતા ટાવર ચોકથી શાકભાજી માર્કેટ રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. અચાનક જ બંન્ને વચ્ચે લડાઈ શરૂ છતાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ શાકમાર્કેટમાં હાજર લારી વાળાઓ આખલાઓને છોડાવવાનો પ્રયત્ન પણ કર્યો. જો કે, બે બળિયાઓને છોડાવવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
અંતે આખલાના આ દ્વંધ યુદ્ધમાં અડફેટે આવેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયું હતું. તો માર્કેટમાં રહેલી બે જેટલી ફ્રૂટ્સની લારીઓને પણ નુકસાન થયું હતું. ફ્રૂટ વેરવિખેર થતાં વેપારીને પણ નુકસાન થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ અડફેટે ન આવ્યો જેના કારણે જાનહાનિ ટળી હતી. જો કે, આખલા યુદ્ધના કારણે થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર