Homeગુર્જર નગરીજૂનાગઢઃ બે વર્ષના માસૂમને ત્રણ શ્વાને ફાડી ખાધો ! ઈજા એટલી ગંભીર...

જૂનાગઢઃ બે વર્ષના માસૂમને ત્રણ શ્વાને ફાડી ખાધો ! ઈજા એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકે શ્વાસ છોડ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માણાવદરના ગણા ગામે બે માસૂમને ત્રણ શ્વાને ફાડી ખાધો. શ્વાને હુમલો કરતાં બે વર્ષીય માસૂમનું મોત થયું. છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. જેમાં જગદીશ રાઠવાનો 2 વર્ષનો દીકરો રવીન્દ્ર પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે જ 3 શ્વાન આવી ગયા હતા અને તેને બચકાં ભર્યા હતા.

શ્વાનના ભસવાના અવાજમાં બાળકનો અવાજ દબાઇ ગયો હતો. જોકે, બાળકના પિતાની નજર પડતાં તેમણે દોટ મૂકીને દીકરાને બચાવવાનો પ્રયતન્ કર્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમના એકના એક દીકરાએ દમ તોડ્યો હતો. દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગણા ગામે એક પરિવાર રોજી-રોટી કમાવા આવ્યો હતો.ગામમાં એક ભાઈની વાડીમાં કામ કરતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાનાવટા ગામના જગદીશભાઈ રાઠવાને એકનો એક બે વર્ષનો પુત્ર રવિન્દ્ર વાડીમાં રમતો હતો. ત્યારે 3 શ્વાને તેના પર હુમલો કર્યો હતો.

જગદીશભાઈનું ધ્યાન પડતા તેઓએ શ્વાનના ચુંગાલમાંથી દીકરાને બચાવી લીધો હતો. ત્યારબાદ 108ની મદદથી તેને હોસ્પિટલ પણ લઈ જવાયો હતો જો કે, ઈજા એટલી ગંભીર હતી કે, હોસ્પિટલ લઈ જવાય ત્યા સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. માણાવદર સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ રવીન્દ્રએ શ્વાસ છોડી દીધા હતા. માણાવદર ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments