Team Chabuk-Gujarat Desk: ઉપલેટામાં બે દિવસ પહેલાં થયેલી પતિ-પત્નીની હત્યા મામલે પિતા-પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. બે દિવસ પહેલાં ઉપલેટામાં પ્રેમ લગ્ન કરનાર બહેન અને બનેવીની સગા ભાઈએ જ સરાજાહેરમાં હત્યા નિપજાવી હતી. સગા ભાઈએ પિતાની મદદથી બહેન અને બનેવીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ ઘટનામાં મૃતક યુવકના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહિડાએ તેના પુત્ર અને પુત્રવધૂની હત્યા કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ કરી હતી. જે મામલે પોલીસે સોમજી જેઠા સીંગરખીયા અને તેના પુત્ર સુનિલ સોમજી સીંગરખીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, ઉપલેટામાં બે દિવસ પહેલા ઝકરીયા મસ્જિદ અને સતી માની ડેરી પાસે બાજુમાં જતાં રસ્તામાં કુંભારવાડા નાકા પાસે મોટર સાયકલમાં જતા યુવક-યુવતી પર છરી વડે હુમલો થતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે યુવકને હોસ્પિટલ લઈ જતાં સમયે રસ્તામાં મોત થયું હતું. આ ડબલ મર્ડરના કારણે ઉપલેટા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ઉપલેટા તાલુકાના અરણી ગામની રીના સોમાજી સીગરખીયા અને ખીરસરા ગામે રહેતો અનિલ મનસુખભાઈ મહિડા છેલ્લા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં હતા તેઓ અગાઉ પણ ભાગી ગયા હતા પરંતુ યુવતીની ઉંમર પૂરી ન હોવાથી જે તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ભાયાવદર પોલીસે યુવક યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પીલીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.

ત્યારબાદ ઉંમર પૂરી ન હોવાના કારણે યુવક-યુવતી પોતાના ઘરે જતા રહ્યા હતા. આજથી છ માસ પહેલા ઉમર પૂરી થઈ જતા યુવતી ઘરેથી અનિલ મનસુખભાઈ મહિડા સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે ખીરસરા રહેતી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખાર રાખીને ભાઈએ પિતા સાથે મળીને બન્નેની હત્યા કરી હતી.
ડબલ મર્ડરની ઘટના બાદ ફરાર થયેલા પિતા-પુત્રને પોલીસે બે દિવસ બાદ ઝડપી પાડયા છે. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ છરી પોલીસે કબજે કરી છે. અન્ય તપાસ માટે બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત