Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. ઊનાના મોઠા ગામમાં સામાન્ય બાબતે એક યુવકને છરીને અનેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી દીધો હતો જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઊના તાલુકાના મોઠા ગામમાં માતાજીના માંડવાના ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગરાળ ગામનો યશપાલસિંહ વાળા નામનો યુવક અને તેના મિત્રો દર્શનાર્થે ગયા હતા.આ દરમિયાન કોઈએ સિટી વગાડતા ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન યશપાલસિંહે જ સિટી વગાડી છે તેવી શંકા રાખીને મોઠા ગામના ચિરાગ ભૂપેન્દ્ર પરમાર, સંજય જશા પરમાર અને મહિપત મનુ ગોહિલ નામના શખ્સોએ યશપાલસિંહ સાથે બોલાચાલી કરી હતી.
ઝઘડો ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આરોપ છે કે, આ દરમિયાન ચિરાગ, સંજય અને મહિપતે યશપાલસિંહને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં યશપાલસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીથી લથપથ હાલતમાં યશપાલને હોસ્પિટલ ખસેડાયો હતો જો કે, ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે મૃતક યશપાલસિંહના ભાઈ હરપાલસિંહ વાળાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલા ફેસબુક લોગો પર ક્લિક કરી અમારા ફેસબુક પેજ પર જઈને પેજને લાઈક કરો
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત