Homeગામનાં ચોરેVIDEO: ચોરે પ્રથમ હનુમાન ભગવાનના આશીર્વાદ લીધા અને પછી દાનપેટી ચોરી રફુચક્કર...

VIDEO: ચોરે પ્રથમ હનુમાન ભગવાનના આશીર્વાદ લીધા અને પછી દાનપેટી ચોરી રફુચક્કર થઈ ગયો

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના ઠાણેમાં ચોરીનો એક અજીબોગરીબ બનાવ સામને આવ્યો છે. જેમાં ચોર દાનપેટી ચોરી કરતા પહેલા ઈશ્વરના ચરણોમાં પડી આશીર્વાદ લે છે. ઠાણે વિસ્તારમાં ચોરી કરતા પહેલા આરોપીએ જે ભગવાનના આશીર્વાદ લીધા તે કેસરી નંદન હનુમાનજી છે. તેમના પગને સ્પર્શ કર્યો અને પછી દાનપેટી લઈ નો દો ગ્યારાહ થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના ખોપાટ બસ ડેપોની પાસે આવેલા કબીરવાડી હનુમાન મંદિરની છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

હનુમાનજીના આશીર્વાદ

વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચોરી કરતા પહેલા આરોપી મોબાઈલમાંથી ફોટો ખેંચી રહ્યો છે. તકેદારી રાખવા એ વચ્ચે વચ્ચે બહારની તરફ પણ અછડતી નજર નાખી લે છે. એ પછી તે ભગવાનની મૂર્તિના પગ પણ ચૂમે છે અને મંદિરની દાનપેટી લઈ ચાલ્યો જાય છે. આ સમગ્ર ઘટના આ અઠવાડિયાના મંગળવારની રાતની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આરોપીની આ રીતે થઈ ઓળખ

ઘટનાની જાણકારી મળતા જ પોલીસે મંદિરની આસપાસના વિસ્તારમાં લોકોની સાથે પૂછતાછ કરી હતી. સ્થાનિક લોકોને સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા, જે પછી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નોપાડા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંજય ઘૂમલે કહ્યું કે અમે મંદિરની આસપાસના વિસ્તારના નિવાસીઓની સાથે પૂછપરછ કરવાની શરુ કરી દીધી હતી. અમે એ અંદાજા પર કામ કરી રહ્યા હતા કે સ્થાનિક વ્યક્તિને જ આ વાતની ખરી ખબર હશે કે મંદિરમાં કયા સમયે કોઈ નથી હોતું. અમે મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેના થકી અમને સંદિગ્ધની ઓળખના અસંખ્ય પ્રમાણ પણ મળ્યા. જેના આધાર પર પોલીસે ગુરૂવારની રાત્રે રાબોડી નિવાસી કેજસ મ્હસદે નામના 18 વર્ષીય યુવકની ધરપકડ કરી. તેણે પોતાના સહયોગીની ઓળખ બતાવતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

દાનપેટીમાંથી નીકળ્યા બે હજાર રૂપિયા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોપાડા પોલીસે જણાવ્યું કે ખોપાટ બસ ડેપોની સામે કબીરવાડી હનુમાન મંદિરના પુજારી મહંત મહાવીરદાસે ગુરૂવારના રોજ તેમને ઘટનાની જાણકારી આપી હતી. ફરિયાદકર્તાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ચોરી મંગળવારની રાતે આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યાની વચ્ચે થઈ. પુજારી કોઈ કામથી એ મંદિરમાંથી બહાર ગયા હતા અને પરત આવ્યા તો મૂર્તિની સામે રહેલી દાનપેટી ગાયબ હતી. પુજારીએ દાનપેટીમાં એક હજારથી વધારે રૂપિયા હોવાનું જણાવ્યું હતું.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments