Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં વાલીઓ ફરી સરકારી સ્કૂલ (Government School) તરફ વળ્યા છે. કોરોનાકાળમાં ખાનગી સ્કૂલોના વર્તન અને આર્થિક મંદીના કારણે વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. જિલ્લામાં વર્ષ 2021/22ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. હજુ શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે એટલે આ આંકડો હજુ વધવાની શક્યતા છે.
ખાનગી સ્કૂલો (Private School)ની સામે સરકારી સ્કૂલોમાં વધુ સુવિધાઓ, વિષયોનાં નિષ્ણાત અને ટેટ-ટાટમાં ઉત્તીર્ણ થયેલા શિક્ષકો બાળકોનું ઘડતર કરે છે. અભ્યાસુ શિક્ષકોનો હંમેશા હેતું રહે છે કે, બાળકોને વધુ સરળ અને સચોટ શિક્ષણ મળે. આ વાતનો કેટલાક વાલીઓએ અભ્યાસ કર્યા બાદ તેઓ સરકારી સ્કૂલ તરફ આકર્ષાયા છે અને પોતાના બાળકને સરકારી સ્કૂલમાં જ ભણાવવાનો દ્રઢ નિર્ણય કર્યો છે.
જિલ્લામાં સૌથી વધુ ઊના તાલુકામાં વાલીઓએ ખાનગી સ્કૂલોને ઠેંગો બતાવ્યો છે. ઊના તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 630 બાળકોએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારબાદ વેરાવળમાં 589, કોડિનારમાં 378, સુત્રાપાડામાં 180, ગીરગઢડામાં 135 અને તાલાલા તાલુકામાં 122 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.
16 જૂન સુધીની વિગત
| તાલુકો | સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા |
| ઊના | 630 |
| વેરાવળ | 589 |
| સુત્રાપાડા | 180 |
| તાલાલા | 122 |
| કોડીનાર | 378 |
| ગીર ગઢડા | 135 |
સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ ન અપાતું હોવાની ખોટી માનસિકતાથી લોકો લાખો રૂપિયાનું ડોનેશન અને ફી ભરી પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવે છે. કોરોનાકાળમાં વાલીઓની આંખો ખુલી ગઈ છે. વાલીઓનો આરોપ છે કે, લાખો રૂપિયાની ફી ભરવા છતાં કોરોનાકાળમાં ખાનગી સ્કૂલોનું વલણ યોગ્ય રહ્યું નહીં. કોરોનાકાળમાં પણ કેટલીક ખાનગી સ્કૂલોને માત્ર ફીની જ ચિંતા હતી.
વાલીઓનો આરોપ છે કે, ખાનગી સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ જોઈએ તે પ્રમાણે આપ્યું નથી. જેની સામે સરકારી સ્કૂલના શિક્ષકો બાળકોનાં ઘરે જઈ વ્યક્તિગત શિક્ષણ આપતા હતા.પુસ્તકો પણ બાળકોને આપ્યા હતા. એટલું જ નહીં સરકારી સ્કૂલોએ વિદ્યાર્થીને ઓનલાઈન પણ અભ્યાસ કરાવ્યો હતો. સારા અભ્યાસ સામે વાલીઓને સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને ફીની પણ કોઈ ચિંતા ન હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત