Homeગુર્જર નગરીGujarat: રાજ્ય સરકારે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી, આટલા દિવસનું રહેશે વેકેશન,...

Gujarat: રાજ્ય સરકારે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી, આટલા દિવસનું રહેશે વેકેશન, જાણો

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યની શાળાઓમાં 21 દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 20 ઓકટોબરથી 9 નવેમ્બર એટલે કે કુલ 21 દિવસ સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી હવે વાલીઓ વેકેશન ગાળવા માટે અત્યારથી જ ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ કરાવી શકે છે.

વેકેશનમાં દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.10મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments