HomeસિનેમાવાદKim Kardashian એ એટલો બધો ટાઈટ ડ્રેસ પહેર્યો કે ચાલવું પણ મુશ્કેલ...

Kim Kardashian એ એટલો બધો ટાઈટ ડ્રેસ પહેર્યો કે ચાલવું પણ મુશ્કેલ બન્યું, જુઓ વાયરલ વીડિયો

Team Chabuk-Entertainment Desk: પ્રોફેશનલ લાઈફની સાથે સાથે ફિલ્મ સ્ટાર્સ તેમના લુક અને ડ્રેસને લઈને પણ ચર્ચામાં રહે છે. જો કે, ઘણી વખત તેઓ એવા કપડા પહેરે છે, જેના કારણે તેમને ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વખતે હોલિવૂડ અભિનેત્રી કિમ કર્દાશિયા સાથે પણ કંઈક આવું જ થયું છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હોલિવૂડ એક્ટ્રેસ કિમ કાર્દાશિયન અવારનવાર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાની એકથી વધુ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેનાથી તે ચર્ચામાં રહે છે. ફરી એકવાર ચર્ચામાં આવી છે.

અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ સિલ્વર કલરનો ખૂબ જ ટાઈટ ડ્રેસ પહેર્યો છે, જેના કારણે તેને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. રેલિંગનો સહારો લઈને તે કૂદીને સીડી ઉપર ચડી રહી છે. બીજી તરફ તે બે લોકોનો સહારો લઈને સીડીઓ ચડતી જોવા મળે છે. તેનો આ વીડિયો મિલાન ફેશન વીકનો છે.

કિમને આ વીડિયો શેર કરતાની સાથે જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને એક્ટ્રેસની ચર્ચાઓ થવા લાગી. લોકો તેના આ વીડિયોને ખૂબ જ ફની કહી રહ્યા છે. કિમ એક એવી અભિનેત્રી છે જે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર ફેન ફોલોઈંગ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 330 મિલિયન લોકો ફોલો કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments