Homeગુર્જર નગરીસ્થળાંતરિત થઈને રાજયમાં આવેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો માટે લેવાયા આ મહત્વના નિર્ણયો

સ્થળાંતરિત થઈને રાજયમાં આવેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો માટે લેવાયા આ મહત્વના નિર્ણયો

Team Chabuk-Gujarat Desk: ગૃહ રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફના પડે એ માટે રાજય સરકાર કટિબધદ્ધ છે. આવા સ્થળાંતરિત થઈને આવેલ હિન્દુ નાગરિકોને ગુજરાતમા રહેવા સહિત રાશન અને એમના બાળકોને શિક્ષણ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામા આવી રહી છે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે તેમજ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા રસી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકિસ્તાનથી સ્થળાંતરિત થતા હિન્દુઓને ગુજરાતમા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સધન કાર્યવાહી કરીને સુવિધાઓ પુરી પાડી છે. સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જે સંસદના બંને ગૃહોમાં પસાર કરાયો હતો.

tatva-advertisement.

આ નાગરિકતા સુધારા કાયદો–CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં 1947થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સ્થળાંતરિત થઇને આવેલ હિન્દુ નાગરિકોના અસ્તિત્વ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યો છે. આ કાયદાએ તેમને નવું જીવન આપ્યુ છે. આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને તા.31મી ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા આ ૬ લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી યાતનાનો ભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન આપીને તેમને દેશ અને રાજયોમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામા આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, 2014 પહેલા પાકીસ્તાનથી સ્થળાંતરિત થઇને આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ રીન્યુઅલ માટે પાકિસ્તાની દૂતાવાસ દિલ્લી ખાતે જવાનું આર્થિક રીતે પરવડે તેમ ન હોઇ, યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને આધાર કાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારે પાકીસ્તાન/ અફઘાનિસ્તાન/બાંગ્લાદેશી લઘુમતી સમુદાયના નાગરિકોના LTV / રેસીડન્સીયલ પરમીટના દસ્તાવેજોમાં દર્શાવેલ સરનામાની વિગતોને આધાર કાર્ડ મેળવવા રજુ કરવાના દસ્તાવેજો પૈકીની સૂચિમાં સરનામાના પુરાવા તરીકે માન્ય પુરાવો ગણવા કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલય અને Unique Identification Authority of Indiaને જણાવ્યુ છે.

Tatva-Advertisement

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પાકિસ્તાની નાગરિકોના બાળકોને અભ્યાસના પ્રવેશ મેળવવા સંદર્ભે અલગ અલગ જિલ્લાઓમાં વિસંગતતાઓને કારણે જે મુશ્કેલી પડે છે. પાકિસ્તાનથી આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ માટે આનુષંગિક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ દ્વારા મોનીટરીંગ કરવા માટે સૂચના આપી દેવાય છે. તેમજ ઉચ્ચ શિક્ષણ-વિદેશ અભ્યાસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે DGP દ્વારા સંકલન કરી વહેલી તકે નિવારણ કરવામાં આવશે. લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકીસ્તાની હિન્દુ નાગરિકોને ભારત સરકારની સૂચનાઓ મુજબ નિયમાનુસાર તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સીનેશન અંગે આનુષંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને નોકરી માટે ખાનગી કંપનીઓ દ્વારા તેઓની પાસે Work Permit માંગવામાં આવતું હોવાનું ધ્યાને આવતા તેઓને Work Permit આપવા સંબંધિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે અને આ માટે ખાનગી સંસ્થાઓમાં રોજગારી મળી રહે તે માટે વર્ક પરમીટ સરળતાથી મળે તે સારૂ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments