Homeગુર્જર નગરીઅમદાવાદ: કોન્ડોમ ન મળ્યું તો ગુપ્તાંગ પર ફેવિક્વિક લગાવીને સંબંધ બાંધ્યાનો દાવો,...

અમદાવાદ: કોન્ડોમ ન મળ્યું તો ગુપ્તાંગ પર ફેવિક્વિક લગાવીને સંબંધ બાંધ્યાનો દાવો, યુવકનું મોત

Team Chabuk-Gujarat desk: અમદાવાદમાં એક સનસનીખેજ ઘટના બની છે. થોડા સમય પહેલાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતાં 25 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. જે મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવકે ડ્રગ્સના નશામાં શારીરિક સંબંધ બાંધવા માટે પોતાના જ ગુપ્તાંગ પર ફેવિક્વિક જેવો પદાર્થ લગાવ્યો જે પદાર્થ જ યુવકના મોતનું કારણ બન્યો છે.

પોલીસના એક સિનિયર અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, યુવકે શારિરીક સંબંધની સલામતી માટે પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક જેવો પદાર્થ લગાવીને સીલ કરી દીધો હતો. સાક્ષીઓના નિવેદન મુજબ યુવકે પૂર્વ મંગેતર સાથે આડા સંબંધો હતો અને બંને ડ્રગ્સના બંધાણી હતા. જેઓ મળવા માટે જુહાપુરાની એક હોટલમાં રોકાયા હતા જ્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હોવાનો દાવો કરાયો છે.

tatva-advertisement.

એવો પણ દાવો છે કે, સંબંધ બાંધતા પહેલાં તેમની પાસે કોન્ડોમ કે અન્ય પ્રોટેક્શનની વ્યવસ્થા ન હોવાથી યુવકે પ્રાઈવેટ પાર્ટ પર ફેવિક્વિક લગાવીને સંબંધ બાંધ્યો હતો.પોલીસને જુહાપુરાની હોટલ બહારના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા જેમાં યુવક બે યુવતીઓ સાથે જોવા મળ્યો હતો. વીડિયોમાં એક યુવતી યુવક સાથે હોટલમાં જાય છે અને અન્ય એક એક્ટિવા લઈને પરત જતી રહે છે.

મૃતક યુવક કણસતી હાલતમાં એક કચરા પેટીની નજીક તેના મિત્રને મળ્યો હતો. તેનો મિત્ર તેને ઘરે લઈ ગયો હતો. જ્યારે તેને ઘરે લઈ જવાયો ત્યારે તે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. તે અર્ધબેભાન અવસ્થામાં હતો. એટલું જ નહીં ફેવિક્વિક લાગેલી હોવાથી તે પેશાબ પણ રોકાઈ ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે તેને ઉલટીઓ થવા લાગી ત્યારે પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે તેનું મૃત્યુ થયુ હતું. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments