Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસ વધુ વકર્યો છે. રોજ કોરોના વાયરસના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 11 હજાર 403 કેસ નોંધાય છે અને 117 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ વુહાન બની રહ્યું છે. અમદાવાદમાં દૈનિક નોંધાતા કેસનો આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં એક દિવસમાં 4 હજાર 258 કેસ નોંધાયા છે. અમદાવાદ જેમ સુરતમાં પણ સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. સુરતમાં એક દિવસમાં કુલ 2 હજાર 363 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 761 અને વડોદરામાં 615 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 68 હજાર 750ને પાર પહોંચી ગયો છે.

સરકાર ખરીદશે 150 એમ્બ્યૂલન્સ
રાજ્યમાં કેસ વધતાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને એમ્બ્યૂલન્સની અછત સર્જાઈ રહી છે. કોરોનાના સંક્રણને ધ્યાને રાખી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સંક્રમણ વધતાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 એમ્બ્યૂલન્સની ખરીદી કરશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે, નવી એમ્બ્યૂલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં તેમણે તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ લેવાનો નિર્ણય કર્યો હતો.
સોલા સિવિલનો આવકારદાયક નિર્ણય
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક શરૂ કરાયા છે. દર્દીઓના સ્વજનોને જરૂરી માહિતી મળી રહે તે ઉદ્દેશથી આ હેલ્પડેસ્ક ચાલુ કરાયા છે. જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે તેના સ્વજનોને તેમના સ્વાસ્થ્ય વિશે સ્વભાવિક રીતે ચિંતા રહેતી હોય છે. જે દર્દીઓ પાસે મોબાઈલ ન હોય અથવા તો મોબાઈલનો ઉપયોગ ન કરતાં આવડતો હોય તેવા દર્દીઓ અને તેમના સ્વજનોને આ હેલ્પડેસ્ક ખુબ મદદરૂપ થશે. સોલા સિવિલ હોસ્પિટલે કંટ્રોલરૂમ નંબર 07927663735 જાહેર કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત