Team Chabuk-National Desk: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉનનું એલાન કરતી વખતે પરપ્રાંતિય મજૂરોને અને પ્રવાસીઓને દિલ્હી ન છોડવા માટેની અપીલ કરી હતી. જોકે આંતરરાજ્ય બસ સ્ટેશન અને અન્ય જગ્યાઓએ દિલ્હી છોડવાની જીદ્દે રફ્તાર કાયમ રાખી હતી. બપોરના શરૂ થયેલું લોકોનું પલાયન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. કર્ફ્યૂ છતાં આનંદ વિહાર, સરાયા કાલે ખાં સહિતના આંતરરાજ્ય બસ વિસ્તારોમાં પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા.
આનંદ વિહારથી કૌશાંબી બસ ડેપોને જોડનારા ફુટઓવર બ્રિજ પર ભીડ એટલી વધી ગઈ કે સ્થિતિને કાબુ કરવા માટે સુરક્ષાકર્મીઓને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આખો દિવસ પુલ ખાલી ન રહ્યો. જાણે એમને એવું લાગતું હતું કે, લોકડાઉન કોઈ દિવસ ખુલવાનું જ ન હોય. આ સમયે મોટી વાત એ હતી કે તમામ આંતરરાજ્ય પ્રવાસીઓએ કોરોનાની માર્ગદર્શિકાના ભરપૂર ધજાગરા ઉડાવ્યા. ન માસ્ક દેખાયા, ન સોશિયલ ડિસ્ટન્સ, સૌથી વધારે લોકો ઉત્તર પ્રદેશ જનારા હતા. હજ્જારોની સંખ્યામાં ત્યાં ભીડ ઉમટી પડી હતી.
#WATCH | Delhi: A huge rush of migrant workers at Anand Vihar Bus Terminal.
— ANI (@ANI) April 19, 2021
Delhi Govt has imposed a 6-day lockdown beginning at 10 pm tonight. pic.twitter.com/LDFesCKiKQ
આનંદ વિહાર આઈએસબીટીથી ઉત્તર પ્રદેશના શહેરોમાં જનારા લોકો કૌશાંબી ફૂટઓવર બ્રિજ પર મોકલવામાં આવ્યા હતા. અહીં કેટલીક મિનિટોમાં જ ભીડ એટલી વધી ગઈ હતી કે ધક્કા મુક્કી શરૂ થઈ ગઈ. કોરોનાના નિયમો તો બાજુમાં રહ્યા લોકો શારીરિક ઈજાથી બચી રહ્યા હતા. આનંદ વિહાર બસ ડેપોથી લોકલ અને ઉત્તર પ્રદેશ માટે બસનું આવન જાવન બંધ થયા બાદ યાત્રીઓ માટે ફુટઓવર બ્રિજનો ઉપયોગ મજબૂરી હતી. અહીં લોકોની પોલીસકર્મીઓ અને સિવિલ ડિફેન્સકર્મીઓની સાથે ઠેરઠેર માથાકૂટ ચાલી રહી હતી.
આ સમયે ખાનગી બસ ઓપરેટરોએ પ્રવાસીઓને લૂંટ્યા. તેમના એજન્ટો સમગ્ર વિસ્તારમાં સક્રીય થઈ ગયા અને બિહારના પટના, મુઝફ્ફરપુર. ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર, પ્રતાપગઢ અને ગોરખપૂર બસ માટે સીટ આપવાના વાયદા કરવા લાગ્યા. લોકોએ પણ ભરપૂર પૈસા સીટની પાછળ ઉડાવ્યા.

આ સિવાય સરાય કાલે ખાં વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મધ્યપ્રદેશના છત્તરપુરસ, દમોહ, ગ્વાલિયર અને છત્તીસગઢ વગેરે વિસ્તારોની બસ અહીંથી જ રવાના થઈ હતી. અહીં મોટાભાગની બસો સીટ ફૂલ થયા પછી જ રવાના થઈ હતી. આ કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ નિયમોનું પાલન ન હતું કર્યું.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરપ્રાતિંય મજૂરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ લોકડાઊનને માત્ર 6 દિવસનું અને નાનું લોકડાઉન જ ગણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, કદાચ આને વધારવાની પણ જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે, એ સમજવું અઘરું નથી કે લોકડાઉનમાં રોજગારી સમાપ્ત થઈ જાય છે. કમાણી પૂરી થઈ જતા ગરીબ લોકો માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે. મજૂરો માટે તો આ સમસ્યા વધારે આકરી છે. તેમણે જનતાને અપીલ કરી કે, દિલ્હી છોડીને ન જાવ, તેમાં પૈસા અને શક્તિ બંને ખર્ચ થશે. તમે દિલ્હીમાં જ રહો. મને આશા છે કે આ નાનું લોકડાઉન છે અને નાનું જ રહેશે. તેને વધારવાની જરૂર નહીં પડે.

જોકે આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ એટલા માટે પણ પલાયન કરતાં દેખાયા કે ક્યાંક ગત્ત વર્ષ જેવી સ્થિતિ ન થઈ જાય. આ તો માત્ર દિલ્હી સરકાર દ્વારા લોકડાઉન લગાવવામાં આવ્યું છે ક્યાંક કેન્દ્રની સરકારે સંપૂર્ણ ભારતમાં લોકડાઉન લગાવી દીધું તો? આવો ગણગણાટ થવા લાગ્યો હતો. કેટલાક એવી વાતો પણ કરતાં હતાં કે દિલ્હીની સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી તો? કારણ કે સમગ્ર દિલ્હીમાં કેસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.

આ તરફ ગઈકાલે લોકડાઉનની ઘોષણા થતાંની સાથે જ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામની અવ્યવસ્થા સર્જાઈ હતી. સોમવારે લોકડાઉનની ઘોષણા થતાં જ લોકો પોતાના ઘરની બહાર સામાન ખરીદવા માટે નીકળી પડ્યા હતા. અનાજ-કરિયાણાની દુકાને લાંબી લાંબી લાઈનો લાગી હતી. આ કારણે દિલ્હીમાં સોમવારનો દિવસ કોરોના હોવા છતાં ભરચક રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત