Homeગુર્જર નગરી3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત

3300 વિદ્યાસહાયકોની થશે ભરતી, જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. ધોરણ 6થી 8ના 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. સરકારી પોલિટેક્નિકલમાં ડિપ્લોમાંનો એક નવો અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યો છે. ડિપ્લોમાં ઇન કર્ન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશનનો નવો અભ્યાસક્રમ વડાપ્રધાન મોદીનાં ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હજારો યુવાધનને આનો લાભ મળશે. વડનગર, મોરબી, રાજકોટ અને પાલનપુર તથા કન્યાઓની પોલિટેક્નિક કોલેજ સુરત, અમદાવાદ અને ગાંધીનગરને પણ આનો લાભ મળશે.

શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત થશે તેવું મંત્રી વાઘાણીએ જણાવ્યું. આ ભરતીમાં દિવ્યાંગોની ટકાવારી 3 થી વધારીને 4 કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં આ કાર્યવાહી પુર્ણ કરી દેવાઇ છે. પ્રદીપ પરમાર અને અન્ય વિભાગના અધિકારીઓએ આ કામગીરી ઝડપી થઇ ચુકી છે. ટુંક જ સમયમાં આ ભરતીની જાહેરાત ટુંક સમયમાં થશે. 3300 જેટલા વિદ્યા સહાયકોની ભરતી આગામી સમયમાં ભરતી થશે. 

ધોરણ 1થી 5માં 1300 થી વધારે વિદ્યા સહાયકો 6 થી 8માં 2 હજાર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે તેવું જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ મોડુ થવાનું કારણ વહીવટી ગુંચ હોવાના કારણે મોડી પડી હતી. અમારી સરકારે આવતાની સાથે જ આ ભરતી ટુંક સમયમાં આવશે. જેના કારણે ટેટનાં નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ ભરતીનો લાભ લઈ શકશે. કોર્ટના આદેશો અને કોર્ટના હુકમો ભુતકાળમાં અલગ અલગ થતા રહે છે અને તેના કારણે અલગ અલગ વિભાગો દ્વારા આ આદેશોનું પાલન થાય છે. સુત્રો અનુસાર આગામી 10 દિવસની અંદર આ અંગેનું ઓફિશિયલ નોટિફિકેશન આવે તેવી શક્યતા છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments