Team Chabuk-Sports Desk: IPLને 2023માં નવો ટાઈટલ સ્પોન્સર મળી ગયો છે. ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO હવે IPLની ટાઈટલ સ્પોન્સર નહી રહે. હવે VIVOના સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.
VIVO માત્ર 2022 સુધી IPLનું સ્પોન્સર રહેશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTIને આ અંગે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, ચીની કંપની VIVO દર વર્ષે IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે BCCIને 440 કરોડ રૂપિયા ચૂકવે છે. ગત વર્ષે જ્યારે ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે દેશમાં વિરોધ થયો હતો ત્યારે વિવોએ એક વર્ષ માટે બ્રેક લેવો પડ્યો હતો.
અગાઉ IPL 2020 સીઝનમાં ફેન્ટસી ગેમિંગ ફર્મ ડ્રીમ-11 ટાઇટલ સ્પોન્સર હતી. આ માટે ડ્રીમ-11 એ BCCIને 222 કરોડ રૂપિયા આપ્યા હતા. આ કોન્ટ્રેક્ટ 18 ઓગસ્ટથી 31 ડિસેમ્બર 2020 સુધીનો હતો. જો કે, આ રકમ VIVOની વાર્ષિક ચુકવણીની લગભગ અડધી હતી.
VIVO પાસે 2190 કરોડ રૂપિયા સાથે 5 વર્ષ માટે IPL ટાઇટલ સ્પોન્સરશિપ માટે કરાર હતો. કંપની વાર્ષિક 440 કરોડ રૂપિયા આપતી હતી. આ કોન્ટ્રેક્ટ 2018થી 2022 સુધીનો હતો. પહેલાં એવા સમાચાર હતા કે VIVOનો કોન્ટ્રેક્ટ 2023 સુધી લંબાવવામાં આવી શકે છે જો કે, આ વાત ખોટી સાબિત થઈ છે અને હવે ટાટાએ એનું સ્થાન લઈ લીધું છે.
IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગલુરુમાં આયોજિત થવાનું છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતાં BCCI સામે મોટો પડકાર ઊભો થશે. આ વર્ષે ફરીથી IPL ફરીથી નવા વર્ષે કોરોનાના સકંજામાં ફસાઈ શકે છે. BCCIએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સના આધારે IPLની તારીખોમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત