Homeગુર્જર નગરીદિવાળી પહેલાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજને સરકારની મોટી ભેટ, જાણો CM ભૂપેન્દ્ર...

દિવાળી પહેલાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજને સરકારની મોટી ભેટ, જાણો CM ભૂપેન્દ્ર પટેલ શું કરી મોટી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: દિવાળી પહેલાં રાજ્ય સરકારે સુરેન્દ્રનગર, ભુજ અને રાજકોટને મોટી ભેટ આપી છે. હવે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજમાં પણ સિટી બસ સેવાનો પ્રારંભ થશે. ભુપેન્દ્ર પટેલ સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ 121 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજકોટ મહાનગરમાં 50 ઇલેક્ટ્રીક બસોનું સંચાલન થશે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં 32 CNG બસોનું સંચાલન અને ભૂજ નગરપાલિકામાં 22 CNG બસોનું સંચાલન થશે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી અત્યાર સુધી 1189 બસોને મંજૂરી અપાઇ છે. આઠ મહાનગરો અને ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે કુલ મળીને રૂ. 91 કરોડ 25 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 32 CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20 કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહિ, કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. 9 કરોડ ૩ લાખ 37 હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments