Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાંછન લાગ્યું છે. સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની પરીક્ષાના બે પેપર ફૂટ્યા છે. જેના પગલે આજે લેવાનારી પરીક્ષા રદ કરી દેવાઈ છે. સાથે જ પેપર ફોડનારા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ પરીક્ષા નિયામકે ખાતરી આપી છે કે, હવે પછી તમામ પરીક્ષા કેન્દ્રો પર ફૂલપ્રૂફ મેઈલ સાથે જ પેપર મોકલાશે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તો બીજી તરફ પેપર ફૂટતા ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ પર સવાલ ઉઠ્યા છે. સવાલ છે કે, કેમ આખરે વારંવાર પેપર લીક થઈ રહ્યા છે. પેપર કોણ લીક કરે છે ? કેમ પેપર લીક કરનારા વિરૂદ્ધ કોઈ કડક પગલાં નથી લેવાતા ?
પેપર ફૂટતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપ પર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે કે, “ફરી પેપર ફૂટ્યું ! કોઈની લાગણી દુભાણી કે નહીં ? ભાજપ હશે ત્યાં સુધી બાળકોની કિસ્મત ફૂટશે ! જાગો અને બીજા 100ને જગાડો”
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે.
આજે લેવાનારી પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવાયા હતા. યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-2022ની લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબ લખીને પરીક્ષા આપવા આવ્યો હતો પરંતુ પરીક્ષામાં નવી પુરવણી અપાઈ હતી અને ચાલુ પરીક્ષાએ સુપરવાઈઝરે આ વિદ્યાર્થીની પૂરવણી ચકાસતા તે જૂની હોવાનુ ખુલતા ભાંડો ફૂટ્યો હતો.
પ્રશ્નના જવાબ અગાઉથી જ લખેલા હતા તેથી તે સાબિત થયુ હતુ કે વિદ્યાર્થી પાસે પેપર અને પૂરવણી અગાઉ પહોંચી ગયા હતા. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 7 સેમેસ્ટરની સજા ફટકારી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
