Homeગુર્જર નગરીકોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં પેજ પ્રમુખ બન્યા, લોકોએ એટલી...

કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં પેજ પ્રમુખ બન્યા, લોકોએ એટલી ગાળો ભાંડી કે પેજ પ્રમુખે કોમેન્ટ ઓપ્શન બંધ કરવું પડ્યુ

Team Chabuk-Gujarat Desk:  કોંગ્રેસના કાર્યકારી પદેથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે ભાજપમાં કામ શરૂ કર્યું છે. ભાજપે હાર્દિક પટેલને સૌથી મોટું કામ સોંપ્યું છે ભાજપમાં સભ્યો જોડવાનું. એટલે કે ભાજપે હાર્દિકને સામાન્ય કાર્યકર્તામાંથી પેજ પ્રમુખ બનાવી દીધો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાર્દિકે આ અંગે એક પોસ્ટ મુકી હતી અને લોકોને ભાજપમાં જોડાવા અપીલ કરી હતી.

હાર્દિક પટેલ પેજ પ્રમુખનું સુકાન સંભાળી કામે પણ લાગી ગયો છે. પરંતુ કોંગ્રેસમાં જે આગલી હરોળમાં બેસતો નેતા હતો તેના માટે ભાજપે પાછળની ખુરશીમાં જગ્યા કરતાં હાર્દિકના વિરોધીઓને મોકો મળ્યો છે. કેટલાક લોકોએ કોમેન્ટમાં કટાક્ષ કરતાં કહ્યું કે, “હવે ભાજપે કામ સોંપ્યું છે તો સભ્યો નોંધવા માંડો”.

હાર્દિકના વિરોધીઓએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર હાર્દિકને આડેહાથ લીધો હતો. લોકોએ એવી એવી કોમેન્ટ કરી કે હાર્દિક પટેલ કોમેન્ટ ઓપ્શન બ્લોક કરવા મજબૂર બની ગયો.

સૂત્રોનું માનીએ તો હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાથી મોટાભાગનો પાટીદાર વર્ગ નારાજ છે. ઉપરથી આંદોલનમાં હાર્દિકને સમર્થન કરનારા લોકો વિશે હાર્દિકે અસામાજિક તત્વો જેવા શબ્દનો પ્રયોગ કરતાં નારાજગી વધી છે. હાર્દિક પટેલે આવું નિવેદન આપીને પોતાના પગ પર જ કૂૂહાડી મારી છે. બીજી તરફ હવે ભાજપ પણ હાર્દિકને કાબૂમાં રાખવા નિવેદનબાજીથી દૂર રહેવા સ્પષ્ટ આદેશ આપી દીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments