Team Chabuk-Gujarat Desk: રાજકોટના માયાણી ચોક નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે બે સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. મંગળવારે સાંજના સમયે આંગડિયા પેઢીના વિશાલ ધોરેચા નામના કર્મચારી સાથે લૂંટ થઈ હતી.વિશાલ 5 લાખ રૂપિયા લઈને પોતાના ધંધા સ્થળે જઇ રહ્યા હતો ત્યારે માયાણી ચોક નજીક તેઓને ત્રણ બાઇક સવારે ઉભા રાખ્યા હતા અને તેનું એક્ટિવા લૂંટીને ફરાર થઇ ગયા હતા.
આ મામલે પોલીસે તપાસ કરતા પકડાયેલા એક આરોપીનું ઘર ચુનારવાડા ચોકમાં હતું જ્યાંથી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. સાથે જ તેની પાસે રહેલા લૂંટના 5 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા.
પોલીસ પકડમાં આવેલા આ શખ્સોના નામ મહેન્દ્ર ઉર્ફે લાલો ગીડા તથા ચિરાગ જાદવ જ્યારે બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો છેલ્લા બેથી ત્રણ દિવસથી આંગડિયા પેઢીની બહાર રેકી કરતા હતા.
આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો કે, જો કોઇ રૂપિયા લઇને નીકળશે તો તેને લૂંટી લઈશું. એટલું જ નહીં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી મહેન્દ્ર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી મહેન્દ્રનું નામ અગાઉ પ્રોહિબીશનના કેસમાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
