Homeગુર્જર નગરીગુજરાતમાં ગરમીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન ! બીજા...

ગુજરાતમાં ગરમીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન ! બીજા નંબર પર છે આ શહેર

ગુજરાતમાં ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી ગયો. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 45.8 ડિગ્રી તાપમાનમાં નાગરિકો શેકાયા. ઉત્તર ગુજરાતના ડીસા અને પાટણમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું.. જ્યારે અમરેલીમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 44.5 ડિગ્રી અને રાજકોટમાં 44.2 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો.

રાજ્યમાં છેલ્લે 2016માં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત સુરેન્દ્રનગર અને કચ્છમાં વધુ ગરમી પડવાની આશંકા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં પણ હીટવેવની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો સાઈક્લોનિક સ્થિતિના કારણે રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. સાઈક્લોનિકની અસર દૂર થતા જ ગરમીમાં ઘટાડો થવાનું ચાલુ થશે.

daiper

રાજ્યમાં શુક્રવારથી ગરમીનો પ્રકોપ થોડો ઓછો થાય તેવી શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં ગરમીના કારણે તાવ, ચક્કર અને બેભાન થઈ જવાના કેસ વધ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ 6 હજાર 600થી વધારે લોકોને 108 મારફતે ઈમરજન્સી સારવાર મળી છે. જેમાંથી 3 હજારથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી હતી. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે 108 ઈમરજન્સી સેવાને સૌથી વધુ 1949 જેટલા કોલ મળ્યાં.

હીટવેવને કારણે બાળકોમાં ઝાડા-ઉલટીની બીમારી વધી ગઈ છે. હવામાન વિભાગે હજુ કાળઝાળ ગરમી યથાવત રહેશે તેવી આગાહી કરી છે. જેના પગલે બાળકો, વૃદ્ધોને બપોરે બહાર ન નીકળવા અને પાણી, છાશ વધારે પીવાની અપીલ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments