Team Chabuk-Gujarat Desk: આજે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહાનગર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર પોરબંદર, જામનગર અને જૂનાગઢમાં પણ હળવા ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની વકી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં વરસાદની નવી કોઇ સિસ્ટમ સક્રીય નથી.
ભારતમાં આ વખતે પૂર્વ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ ગુજરાત સહિતના વિસ્તારોમાં મોનસૂન એક્ટિવ છે. આજે ઉત્તર પૂર્વ ભારત, સિક્કિમના કેટલાક ભાગમાં, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં મધ્મયથી ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુનાં કેટલાક વિસ્તારોમાં, કેરળ, કર્ણાટક, દક્ષિણ ગુજરાત, દક્ષિણ-પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે.
આઈએમડીએ કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં ચોમાસુ સિઝનનો 28 ટકાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. 23 જૂન સુધી 145.8 મિમિ વરસાદ થયો છે. જ્યારે સામાન્ય વરસાદ 114.2 મિમિ થયો છે. વરસાદ ન પડવાના કારણે ઉત્તર-પશ્ચિમના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ જોવા મળી રહી છે.
કેરળમાં બે દિવસ ચોમાસુ મોડું પહોંચ્યા બાદ, ચોમાસાએ સમગ્ર દેશમાં સામાન્યથી સાતથી દસ દિવસ પહેલા પૂર્વી, મધ્ય અને આસપાસના ઉત્તર-પશ્ચિમ ભારતને કવર કરી લીધું હતું. આઈએમડીએ પહેલા અનુમાન લગાવ્યું હતું કે દિલ્હીમાં હવાની સ્થિતિનાં કારણે નિર્ધારિત સમયથી 12 દિવસ પહેલા 15 જૂનનાં રોજ ચોમાસુ બેસી શકે છે. સામાન્ય રીતે ચોમાસુ 27 જૂન સુધીમાં દિલ્હી પહોંચી જાય છે અને આઠ જુલાઈના રોજ સમગ્ર દેશને આવરી લે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત