Homeગુર્જર નગરીજેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી, કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક વ્યક્તિને માર મારવાના કેસમાં જાણીતા લોકગાયક દેવાયત ખવડ (devayat khavad) છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે. ત્યારે જેલમાં રહેલા દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. ચાર્જશીટ થયા બાદ આરોપી ફરી અરજી કરી શકે તેવી હાઇકોર્ટે છૂટ આપી છે.

મહત્વનું છે કે, અગાઉ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. તે પહેલા પણ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

ગત 7 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. તેમજ એક વ્યક્તિ તેમની મદદગારીમાં હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જે અંતર્ગત પોલીસ એક તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ગુનો નોંધાયા બાદ દેવાયત ખવડ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. તે બાબતનો કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે તે પૂર્વે જ દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતા અન્ય બે આરોપીઓ કિશન કુંભારવાડીયા અને કાનો રબારી પણ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા.

એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી અર્થે તમામ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા અઢી દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments