Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ કિઆરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા (sidharth and kiara) જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિઆરાના લગ્ન 6 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. સિદ્ધાર્થ અને કિઆરાના લગ્ન વિશે ઘણી વાતો સાંભળવા મળી રહી છે. જો કે, સૌથી પહેલા અમે તમને તે જગ્યા બતાવીએ જ્યાં સાત ફેરા લઈને બંને જીવનનો નવો અધ્યાય શરૂ કરશે. સિદ્ધાર્થ અને કિઆરાએ લગ્ન માટે જેસલમેરનો આલીશાન સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો છે.

સૂર્યગઢના દરેક રુમ ભવ્ય અને શાહી અનુભવ આપે છે. સૂર્યગઢનો સૌથી સુંદર અને મોંઘો રુમ થાર હવેલી છે જેમાં ઇન્ડોર પૂલ સાથે 3 બેડરૂમ અને અદભૂત દૃશ્ય છે. આ રૂમનું એક રાત્રિનું ભાડું રૂ. 1,30,000 છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, જો ફેબ્રુઆરી મહિનામાં સૂર્યગઢમાં રહેવાની યોજના છે, તો એક દિવસનું ભાડું લગભગ 24,000 થી 76,000 રૂપિયા છે.


રાત્રિના સમયે લોકગીતો, રણ અને ચારેબાજુ રોશનીથી મહેલનો નજારો જુદો જ લાગે છે. મીડિયા અહેવાલ અનુસાર સિદ્ધાર્થ અને કિઆરાને આ જગ્યા ખૂબ જ પસંદ આવી હતી, ત્યારબાદ તેઓએ અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન માટે 84 રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનો માટે 70થી વધુ લક્ઝરી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિદ્ધાર્થ અને કિઆરાની લવ સ્ટોરી શેર શાહ ફિલ્મના સેટથી શરૂ થઈ હતી. આ વચ્ચે ઘણી વખત તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા. પરંતુ હવે બંને લગ્નજીવનના સાથી બનવા માટે તૈયાર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
