Homeગુર્જર નગરીજામનગરઃ આપત્તિજનક સ્થિતિમાં વીડિયો વાયરલ થયા બાદ યુવકની આત્મહત્યા, વીડિયો વાયરલ કરનારા...

જામનગરઃ આપત્તિજનક સ્થિતિમાં વીડિયો વાયરલ થયા બાદ યુવકની આત્મહત્યા, વીડિયો વાયરલ કરનારા સામે ગુનો નોંધવા માગ

Team Chabuk-Gujarat Desk: જામનગરની ચાંદી બજારમાં યુવકનો મહિલા સાથે બિભત્સ વીડિયો વાયરલ થયા બાદ યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. વીડિયો વયારલ થયા બાદ યુવકે ઝેરી દવા પી લીધી હતી જેને સારવાર માટે ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન યુવકે અંતિમશ્વાસ લીધા છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આવેલા ચાંદીબજાર બુગદા અઠવાડિયામાં રવિવાર સિવાય ધમધમતું હતું, પરંતુ રવિવારના દિવસે એક યુગલ બુગદામાં જાહેરમાં અશ્લીલ હરકતો કરતું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો થયા હતા. બીજી બાજુ  ચાંદીબજાર બુગદાના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. ભર ચાંદી બજારમાં આ યુગલ કોણ છે તેને લઈને અનેક અટકળો ચાલી હતી.

shreeji dhosa

જામનગરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના–ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ સાંજના સમયે એક કપલ ઘૂસ્યું હતું. જો કે, તેમને ખબર નહોતી કે તેઓની હરકતો કેમેરામાં કેદ થઈ રહી છે. બંને આપતિજનક સ્થિતિમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા.

13-03-2022ના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. ત્યારબાદ વીડિયો વાયરલ થતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારબાદ બદનામીના ડરથી સીસીટીવીમાં કેદ થયેલા યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેણે અંતિમ શ્વાલ લીધા હતા.

બીજી તરફ યુવકના પરિવારજનોમાં માતમ છવાયો છે. યુવકના પરિવારજનોએ માગણી કરી છે કે, CCTV વાયરલ કરનારા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments