Homeગુર્જર નગરીપૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની જીત: માન-સન્માન અને પ્રમોશન સાથે ફરજ પર પરત...

પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની જીત: માન-સન્માન અને પ્રમોશન સાથે ફરજ પર પરત લેવા હાઈકોર્ટનો આદેશ, ત્રણ વર્ષ પહેલા સરકારે કર્યા હતા સસ્પેન્ડ

Team Chabuk-Gujarat Desk: સત્યની હંમેશા જીત થાય છે. સત્ય પરેશાન થઈ શકે પરંતુ પરાજીત નહીં. આ ઉક્તિ હાલ પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવના કિસ્સામાં સાચી પડી છે. પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ અને સરકાર વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં ચિંતન વૈષ્ણવની જીત થઈ છે. પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ આજથી ત્રણેક વર્ષ પહેલાં દાહોદ ખાતે ફરજ પર હતા ત્યારે કોઈ ઠોસ કારણો ન હોવા છતાં રાજ્ય સરકારે ફરજમુક્ત એટલે કે સસ્પેન્ડ કરી દીધા હતા. ચિંતન વૈષ્ણવને ફરજમુક્ત કરી દેવાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. નિષ્ઠાવાન કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.

પરંતુ હંમેશા અન્યોને પ્રેરણા પૂરી પાડતાં ચિંતન વૈષ્ણવ હતાશા કે નિરાશામાં ગરકાવ થયા વિના રાજ્ય સરકારના આદેશ સામે હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ લડ્યા. છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય સરકાર સામે ચાલતી આ કાયદાકીય લડાઈમાં આખરે ચિંતન વૈષ્ણવની જીત થઈ. હાઈકોર્ટમાં ચિંતન વૈષ્ણવની જીત થતાં તેમના ચાહકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવે બાબરા ખાતે વર્ષ 2016-17માં દોઢ વર્ષ ફરજ બજાવી હતી જેમાં તેમણે મામલતદાર તરીકે ઉત્તમ કામગીરી કરી હતી. તેમના કામની નોંધ બાબરાની જનતા આજે પણ લઈ રહી છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી. તેમણે આઠ વર્ષ સુધી મામલતદાર તરીકે વિવિધ તાલુકામાં ફરજ બજાવી.

shreeji dhosa

ચિંતન વૈષ્ણવ પર આજ દિન સુધી કોઈ ડાઘ લાગ્યો નથી. તેમ છતાં સામાન્ય કારણોસર રાજ્ય સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને ચિંતન વૈષ્ણવ આંખના કણાની જેમ ખૂંચતા રાજ્યના છેવાડાના વિસ્તારમાં બદલી કરી 2 માર્ચ 2019ના રોજ ફરજમુક્ત કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરાયો હતો. જે તે વખતે ચિંતન વૈષ્ણવે ફરજમુક્ત કરાતા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઈમાનદારીનું પરિણામ આવું પણ આવી શકે તેવું જણાવ્યું હતું. જેથી તેમના ચાહકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ચિંતન વૈષ્ણવને ફરજમુક્ત કરાતા તેમણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કી હતી અને તેમના વકીલ હૃદય બુચ દ્વારા ધારદાર દલીલો કરીને છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી કાયદાકીય લડાઈનો ગત તારીખ 4 એપ્રિલના રોજ સુખદ અંત આવ્યો હતો. નામદાર હાઈકોર્ટે ચિંતન વૈષ્ણવના પક્ષમા ચુકાદો આપીને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે, ચિંતન વૈષ્ણવને ત્રણ મહિનાની અંદર માન સન્માન સાથે ફરજ પર પરત લઈને તેમને મળવાપાત્ર પગાર ભથ્થા, ઈજાફો અને પ્રમોશનના તમામ હકો આપવા.

આ અંગે ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ચાલતી લડાઈ સામે સત્યની જીત થઈ છે. પોતાને થયેલા અન્યાય બાબતે કાયદા પર પોતાને વિશ્વાસ હોવાથી નામદાર હાઈકોર્ટના ચુકાદાને માથે ચડાવી રાજ્ય સરકાર આગળ પોતાને ફરજ પર લેવા કાર્યવાહી કરે છે તે અંગે હાલ રાહ જોઈ રહ્યા છે. હાઈકોર્ટના આ ચુકાદાથી ચિંતન વૈષ્ણવના પરિવારજનો, સગા સ્નેહીઓ, મિત્રો અને હિતેચ્છુઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments