Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં છેલ્લા કેટલાય દિવસથી ગુનાખોરી વધી છે. મારપીટ, હત્યા અને દુષ્કર્મના કેસ વધી રહ્યા છે. તેવામાં હવે વ્યાજખોરોનો આતંક પણ સામે આવ્યો છે. જૂનાગઢમાં એક મહિલા સહિત ત્રણ વ્યજખોરના ત્રાસથી 52 વર્ષીય આધેડે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવી લીધું છે. ઘરમાં કમાનારા મોભીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
જૂનાગઢના મધુરમ કામનાથનગર વિસ્તારમાં રહેતાં કશ્યપભાઈ મોહનભાઈ ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, 52 વર્ષીય નિલેશ મોહનભાઇ ભટ્ટે ધંધા માટે ધવલ કિશોર મહેતાં પાસેથી 10 ટકા લેખે 95 હજાર વ્યાજે લીધા હતા. જે વ્યાજ સહિત ચૂકવવા માટે સુરેશ ભગુભાઈ વાંદા પાસેથી 10 ટકા લેખે 3,50,000 લીધા હતા. દાવો છે કે, રૂપિયા ધવલને આપી દીધા. જો કે, ધવલે વધુ વ્યાજના રૂ.3,80,000ની માંગણી કરી હતી.
બંને વ્યાજખોરોનો ત્રાસ વધતાં નિલેશ ભટ્ટે અલકાબેન મગનભાઈ પુરોહિત પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતા. જેના અલકાબેન 8 લાખ માંગતા હોવાનો આરોપ છે. ત્રણેય પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાને લઈ આરોપીઓ નિલેશભાઈને માનસિક ત્રાસ આપતા હતો. તેમજ વારંવાર ધમકીઓ પણ આપતા હતા જેથી કંટાળી જઈ નિલેશભાઈએ ઝેરી દવા પી મોત વ્હાલુ કરી લીધુ હોવાનો આરોપ છે.
દવા પી લેતા તેમના પરિવારજનોએ નિલેશભાઈને સારવાર માટે ખસેડ્યા હહતા. જો કે, સારવાર દરમિયાન ડોક્ટરે નિલેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી છે. અને આ કેસમાં પીએસઆઈ જે.જે ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે. આધેડના પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક સજાની માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
