Team Chabuk-Gujarat Desk: સુરત કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. દુષ્કર્મ, છેડતી કે વીડિયો વાઈરલ કરવાની ધમકી. હવે ફરિયાદ ત્રણ શખ્સોની વિરૂદ્ધ નોંધાઈ છે. ત્રણે શખ્સોએ ડોક્ટરને એમ કહ્યું છે કે, તેમણે ડોક્ટરની અંગતપળનો વીડિયો ઉતારી લીધો છે. દસ લાખ રૂપિયા આપો નહીં તો આ વીડિયો વાઈરલ કરી દઈશું.
ડોક્ટરને જ્યારે આ ખબર મળી તો તેમના પર આફત આવી પડી હતી. આ આફતમાંથી બચવા માટે ડોકટરે ત્રણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે આરોપીઓએ એકબીજાની સહાયતા દ્વારા આ વીડિયો ઉતારી લીધો છે અને વારંવાર વાઈરલ કરવાની ધમકી ઉચ્ચારી દસ લાખ રૂપિયા માગી રહ્યા છે.
હીરાબાગ વિઠ્ઠલનગરમાં રહેતા ડોક્ટરની સુરતના અમરોલી વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે. અહીં ત્રણ ઈસમોએ ડોક્ટરને પણ ખબર ન પડી એ રીતે તેમની અંગતપળનો વીડિયો ઉતારી લીધો હતો. ડોક્ટરને જ્યારે ધમકી આપી દસ લાખની માંગણી કરવામાં આવી તો તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી, કારણ કે ખૂદ ડોક્ટરને ખબર નહોતી કે આ વીડિયો કેવી રીતે ઉતરી ગયો?
આખરે આ ત્રણ ઈસમોની પાસે ડોક્ટરની અંગતપળનો વીડિયો કેવી રીતે આવ્યો તે કૌતુક પેદા કરતો વિષય છે. ડોક્ટરે પોલીસ ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે, આ વીડિયો ફેક છે અને તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. હાલ તો પીએસઆઈ ચૌધરી સાહેબે આ ત્રણે ઈસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ બાદ જ જાણવા મળશે કે વીડિયો ફેક છે કે નહીં અને આરોપીઓ દસ લાખ રૂપિયા શા માટે માગતા હતા?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત