Team Chabuk-Gujarat Desk: પાવન શ્રાવણ માસની શરૂઆત થતા જ શિવાલયમાં શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. શિવજીને રિઝવવા માટે ભક્તો મહાદેવને બિલીપત્ર તેમજ દૂધ ચડાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના 71 વર્ષના ઓન્લી ઈન્ડીયન નામથી પ્રખ્યાત વૃદ્ધ આ દૂધનો સદઉપયોગ કરી રહ્યા છે. આ કામમાં શિવભક્તો પણ આ વૃદ્ધને સાથ આપી રહ્યા છે.
આ વ્યક્તિ 11 વર્ષથી શિવાલયમાં ચઢાવેલા દૂધને એકઠું કરીને ગરીબોને આપે છે. તેઓ પોતાની જ એક મીલ્ક બેંક ચલાવી રહ્યા છે. ઓન્લી ઇન્ડિયન તરીકેની ઓળખ ધરાવતા આ દાદા મિલ્ક બેન્ક બનાવી શહેરના ગરીબો અને કુપોષિત બાળકોના પેટ સુધી પહોંચાડી રહ્યા છે. ઓન્લી ઇન્ડિયને કહ્યું કે, ઓ માય ગોડ-1 ફિલ્મ જોયા પછી તેમને તેમાંથી પ્રેરણા લઈ અને આ કામ શરુ કર્યુ હતું. આ ઓન્લી ઇન્ડિયન નામના આ વ્યક્તિ પહેલા સરકારી નોકરી કરતા હતા. નિવૃત થયા પછી તેમને પોતાનું નામ બદલી નાખ્યું છે. તેઓ કહે છે કે, આ મારો બીજો જન્મ છે. હું મારા જુના નામે ઓળખાવવા નથી માંગતો.
ઓન્લી ઈન્ડિયન મોટા શિવાલયના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેમને સમજાવીને સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે. મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે અને બાકીનું દૂધ કેનમાં નાખી દે છે. કેન ભરાઈ જતા મંદીરમાંથી સાયકલ દ્વારા એક પછી એક આ દૂધના કેનને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્સ કરવામાં આવે છે.
દરરોજનું 25 થી 30 લીટર દૂધ એકઠું થાય છે અને મહિને 1 હજાર લીટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે. આ તમામ દૂધ ગરીબોને તેમજ કુપોષિત બાળકોને આપવામાં આવે છે. આમ શિવ ભક્તો પણ ઓન્લી ઇન્ડિયનના કાર્યને બિરદાવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત