Team Chabuk-Sports Desk: ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર 18 વર્ષીય રમેશબાબુ પ્રજ્ઞાનંદને અઝરબૈઝાનમાં રમાયેલી FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં વિશ્વના નંબર વન ચેસ પ્લેયર મેગ્નસ કાર્લસન સામે હારનો સામનો કરવો પડ્યો. ફાઈનલમાં પ્રજ્ઞાનંદે શાનદાર પ્રદર્શન કર્યું અને ગેમ જીતવા માટે પુરેપુરા દાવપેચ લગાવ્યા. એક તબક્કે તો મેગ્નસ કાર્લસન પણ મુંઝાયો હતો. પરંતુ આખરે ત્રણ દિવસ સુધી ચાલેલી ફાઈનલમાં જીત મેગ્નસની જ થઈ અને પ્રજ્ઞાનંદ ટાઈટલ જીતવાથી ચુકી ગયો.
ત્રણ દિવસ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં 4 ગેમ બાદ પરિણામ આવ્યું હતું. ફાઈનલ અંતર્ગત, બે દિવસમાં બે રમતો રમાઈ હતી અને બંને ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી ટાઈબ્રેકરમાંથી પરિણામ આવ્યું.
ભારતના 18 વર્ષીય પ્રજ્ઞાનંદે શરૂઆતની બંને રમતોમાં નોર્વેના 32 વર્ષીય કાર્લસન સામે ટસના મસ ન થયા. મંગળવારે બંને વચ્ચે પ્રથમ રમત રમાઈ હતી, જે 34 ચાલ માટે ગઈ હતી, પરંતુ પરિણામ મળી શક્યું ન હતું.
જ્યારે બીજી મેચ બુધવારે રમાઈ હતી. આ વખતે બંને વચ્ચે 30 ચાલ રમાઈ અને તે પણ ડ્રોમાં સમાપ્ત થઈ. બંને પ્રારંભિક રમતો ડ્રો થયા પછી, આજે ગુરુવારે (24 ઓગસ્ટ) ટાઈબ્રેકરથી પરિણામ આવ્યું. ટાઈબ્રેકર હેઠળ, પ્રજ્ઞાનંદ અને કાર્લસન વચ્ચે 2 રમતો રમાઈ હતી.
બંને વચ્ચેની પ્રથમ ટાઈબ્રેકર ગેમ 47 ચાલમાં ગઈ હતી. જેમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદનો પરાજય થયો હતો. જે બાદ બીજી ટાઈ બ્રેકર રમત ડ્રોમાં સમાપ્ત થઈ. આમ ગેમ હારીને પણ રમેશબાબુ પ્રજ્ઞાનંદે ભારતભરના લોકોના દીલ જીતી લીધા છે.

પ્રજ્ઞાનંદે સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વકપની ફાઇનલમાં સ્થાન મેળવનાર મહાન વિશ્વનાથન આનંદ પછી પ્રજ્ઞાનંદ માત્ર બીજા ભારતીય ખેલાડી છે.
???? Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! ????
— International Chess Federation (@FIDE_chess) August 24, 2023
Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! ????
???? Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત