Homeગુર્જર નગરીબાપુની યાદો અમર રહેશે કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે નિધન, સંતો અને...

બાપુની યાદો અમર રહેશે કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે નિધન, સંતો અને ભાવિકોમાં શોક

Team Chabuk-Gujarat Desk: આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જો કે, તેમની યાદો હંમેશા લોકોના દીલમાં રહેશે. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપ ગઈ છે.

સંત કાશ્મીરી બાપુનું અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા હતા. કાશ્મીરી બાપુએ 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. 5-6 દિવસ પહેલાં તેઓ પોતાના આશ્રમ પરત ફર્યા હતા. આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સેવકો તરફથી મળતી માહિતી મુજબ કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.


કાશ્મીરી બાપુનું મૂળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. દાતારની જગ્યાએ પૂજ્ય પટેલ બાપાના સમયમાં ત્યાંથી જંગલના રસ્તે દાતાર ખુબ જ જતા હતા. યુવાનીમાં દત્ત શિખર પર દર્શનનો ક્રમ હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments