Homeસિનેમાવાદભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન

ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન

Team Chabuk-Cinema Desk: ભારતીય સિનેમાના ઈતિહાસની મહાન ગાયિકા, સુર સમ્રાજ્ઞી, કોકિલ કંઠી અને ભારત રત્ન લતા મંગેશકરનું કોરોનાની સારવારમાંથી ઉગર્યા બાદ નિધન થયું છે. 92 વર્ષના લતા મંગેશકરે અંતિમ શ્વાસ લેતા તેમના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લતા મંગેશકરના નિધનની ખબરથી મનોરંજન જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

ગાયિકા લતા મંગેશકર 27 દિવસથી બીમાર હતા. 8 જાન્યુઆરીના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જે પછી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. લતાજીને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ થયો હતો. તેમની વય જોતા ડોક્ટર્સે તાત્કાલિક તેમને આઈસીયુમાં ભરતી કરી દીધા હતા. ત્યારથી તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા હતા. 27 દિવસમાં બે વખત તેમને વેન્ટિલેટર પર પણ રાખવા પડ્યા હતા. એ પછી જેવી તેમની તબિયત લથડી તેમને ફરી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા.

CinemaVad

લતાજીના નિધનની ખબર સોશિયલ મીડિયામાં ફેલાતા સૌ અવાક્ થઈ ગયા છે. તેઓ હજુ ગઈકાલ સુધી લતાજી સ્વસ્થ થાય તેની ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા. આ ખબર સાંભળી સૌના હ્રદયમાં ધ્રાસકો પડ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશ દુ:ખમાં ગરકાવ થઈ ગયો છે.

લતાજીને ભારતની સંગીતની સૃષ્ટીમાં તેમના અતુલનીય યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમના પ્રદાનને કોઈ દિવસ કોઈ ભૂલી નહીં શકાય. 78 વર્ષના કરિયરમાં લતાજીએ 25 હજાર જેટલા ગીતો ગાયા હતા. અઢળક પુરસ્કારથી તેઓ સન્માનિત થયા. ત્રણ વખત નેશનલ એવોર્ડ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને ભારત રત્નથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments