Homeગુર્જર નગરીજૂનાગઢઃ નવમે મહિને મહિલાને હાર્ટ એટેક આવ્યો, ડિલિવરી દરમિયાન માતા-પુત્રીનું મોત, પરિવારે...

જૂનાગઢઃ નવમે મહિને મહિલાને હાર્ટ એટેક આવ્યો, ડિલિવરી દરમિયાન માતા-પુત્રીનું મોત, પરિવારે મહિલાના ચક્ષુઓનું કર્યું દાન

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં 29 વર્ષીય પુત્રવધુનું અવસાન થતા પરિવારે તેની આંખોનું દાન કર્યું છે. આંખોના દાનથી 2 વ્યક્તિને રોશની મળશે. મળતી વિગત મુજબ જૂનાગઢના શ્રીનાથભાઇ સોલંકીના 29 વર્ષિય પત્ની મોનીકાબેન ગર્ભવતી હતા. તેમને નવમો મહિનો ચાલી રહ્યો હતો. જો કે, ડિલેવરી સમયે જ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેમનું મોત થયું.

બીજી તરફ ગર્ભસ્થ બાળક જીવિત હોવાનું જણાતા સિઝેરીયન કરી નવજાતને બહાર કઢાયું. પરંતુ કમનસીબે નવજાત બાળકીને ઇન્ફેશન લાગતા તેનું પણ મોત થયું. આમ, માતા અને બાળકી બંન્નેનું મોત થતા સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આટલી દુઃખદ ઘડીમાં પણ સોલંકી પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા 114મું ચક્ષુદાન ડો. સુરેશભાઇ ઉંજીયા અને એડવોકેટ ગિરીશભાઇ મશરૂ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું.

મોનિકાબેનના ચક્ષુ સકીલભાઇ હાલેપોત્રા દ્વારા રાજકોટ મેડિકલ કોલેજમાં પહોંચાડાયા. હવે મોનિકાબેનની આંખોથી 2 વ્યક્તિનું જીવન બદલાશે. બે વ્યક્તિને રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે. ચક્ષુદાન કર્યા બાદમાં સોલંકી પરિવારે માતા અને પુત્રીને અંતિમ વિદાય આપી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments