Team Chabuk-Gujarat Desk: નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગૃત થાય તેવા હેતુ સાથે 15મી ઓગસ્ટ પૂર્વે હર ઘર ત્રિરંગા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ હેઠળ 13થી 15 ઓગસ્ટ દરમિયાન જૂનાગઢ જિલ્લા-શહેરના તમામ ઘર પર ત્રિરંગો લહેરાવવા નાગરિકોને પ્રેરિત કરાશે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી-ખાનગી કચેરીઓ, દુકાનો, ઉદ્યોગ-વેપારી ગૃહો સહિતના સ્થળે પણ રાષ્ટ્રધ્વજ લહેરાશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લોકોને સુલભતાથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થવાની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી-ખાનગી કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે માટે જરૂરી સંકલન સાધવા સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં શિક્ષણ, પોલીસ, પુરવઠા, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર ઘર ત્રિરંગા કાર્યક્રમને સફળ બનાવવા જનભાગીદારી વધે તે દિશામાં કામગીરી કરવા માટે નિર્દેશ અપાયા છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જનહિતના અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ પણ દેશભક્તિના રંગે રંગાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
