Team Chabuk-gujarat desk: જૂનાગઢમાં પોલીસ હેડકવાર્ટરમાં પોલીસકર્મીની પત્ની સંચાલિત જૂગારધામ ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને ૪૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે બાતમીના આધારે પોલીસ હેડક્વાર્ટરમાં દરોડા પાડ્યા હતા.
આ કેસમાં પોલીસ કર્મીની પત્ની સંચાલિત જુગારધામ ઝડપાતા અનેક સવાલો ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ બી-ડિવીઝન પી.આઇ પટેલ ને મળેલી બાતમીને આધારે બપોરે જયશ્રી રોડ પર આવેલા પોલીસ હેડ કવાટર બી ૧ બ્લોક નંબર ૯માં દરોડા પડાયા હતા. જેમાં પોલીસકર્મી રમેશગીરીની પત્ની ગૌરી રમેશગીરી બહારથી માણસો બોલાવી પોતાના ઘરમાં જૂગાર રમાડતી હતી.મકાનમાં જુગાર રમાડતા તેને રંગેહાથ ઝડપી લેવાઈ હતી.
પોલીસે પોલીસકર્મીની પત્ની ઉપરાંત ઝાઝી ભીમા ઓડેદરા, મનહરસિંહ કરસન દયાતર, (રહે. મધુરમ યોગી પાર્ક) , લાલચંદ નાનાલાલ મડિયા ( રહે. જોષીપરા આદિત્ય નગર હરસિધ્ધિ ટેનામેન્ટ)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જુગાર રમાડતા ઝડપાયેલી આરોપી ગૌરી અપારનાથીના પતિ રમેશગીરી અપારનાથી હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેના પત્ની જુગાર રમાડી જુગાર રમવા આવતા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતી હોવાનો ખુલાસો થયો છે. જે અંતર્ગત બી ડિવિઝન પોલીસે 46 હજાર 150 રોકડ કબજે કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત