Homeગુર્જર નગરીઉપલેટામાં 6 મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીની સગા ભાઈએ સરાજાહેર કરી...

ઉપલેટામાં 6 મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીની સગા ભાઈએ સરાજાહેર કરી હત્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભાઈએ બહેન અને બનેવીની હત્યા કરી છે. આજ રોજ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ઉપલેટામાં આ ડબલ મર્ડરની ઘટની બની છે. સરા જાહેરમાં પતિ-પત્નીની હત્યા કરી દેવાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડબલ મર્ડર અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવતીએ 6 મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં હતા. બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાનો ખાર રાખીને ભાઈએ જાહેરમાં જ આજે બહેન અને બનેવીની હત્યા નિપજાવી છે.

સગા ભાઈએ જ જાહેરમાં બહેન-બનેવીને છરીના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી વિગતો પ્રમાણે ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીંગરખીયા (ઉં.વ.18)ને હીનાના ભાઈ સુનિલે છરીના આડેધડ ઘા ઝીંકીને સરાજાહેર હત્યા કરી દીધી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે અનિલ અને હીનાનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનિલને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુનિલે બહેન હીનાને પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા માર્યાનું જોવા મળે છે. જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા માર્યાનું જોવા મળ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments