Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લામાં ખેત મજૂરી કરી એક પરપ્રાંતિય યુવાન ગુજરાન ચલાવતો હતો. તેને પોતાના વતનમાં રહેલી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો અને બંને ત્યાંથી પોતાના સંબંધોની જાણ કર્યા વિના જામનગર આવી ગયા હતા. જોકે પરિવારજનો સાથે સમાધાન થઈ જતા યુવક અને યુવતી ખુશ હતા. યુવતી પોતાના પરિવારને ત્યાં રાજીખુશીથી એક આટો મારવા માટે ગઈ હતી પણ પછી પરત નહોતી આવી. આ યુવતીને ખ્યાલ નહોતો કે યુવકને તેને ઝૂરાપો કેવો કોરી ખાતો હશે. આખરે યુવકે પોતાનું અસ્તિત્વ જ નેસ્તાનાબુદ કરી દેવાની દિશામાં પગલું ભર્યું હતું.
થોડા સમય પહેલા પણ ગુજરાતના કોઈ એક વિસ્તારમાં એવી ઘટના બની હતી, જ્યાં સાસરે ચાલી ગયેલી પત્ની પરત ન ફરતા યુવકે મોતને વ્હાલું કર્યું હતું. તો મૂળ આણંદના અને રાજકોટમાં ભાડે રહેતા યુવકે પણ પોતાની માતા અને બહેનની ગેરહાજરીમાં પ્રિયતમાની જુદાઈ સહન ન થતા આપઘતા કરી લીધો હતો. આ શ્રેણીમાં જ હવે ત્રીજો બનાવ સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરના લાવડિયા ગામમાં નોંધાયો છે.
જામનગર તાલુકાનું લાવડિયા ગામ જ્યાં દૈવતસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં એક યુવક મજૂરી કામ માટે આવ્યો હતો. આ યુવક મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકામાં આવેલ ફલીયા ગામનો છે. તેનું નામ છે ચામસીંગ કાદુભાઈ વાસકલા. આ યુવાનને પોતાના વતનમાં જ રહેતી ભૂરી નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
એકબીજાને ચાહે છે તેનો ખ્યાલ આવી જતા ભૂરી અને ચામસીંગ ત્યાંથી ભાગી ગયા હતા અને જામનગરના લાવડિયામાં રહેવા લાગ્યા હતા. થોડા વખત પછી ભૂરીની તેના પરિવારજનો સાથે ફોનમાં વાત થઈ હતી અને આ આખી ગરમ ઘટના પર ઠંડુ પાણી રેળાયું હતું. આ કારણે ભૂરી પોતાના માવતરને ત્યાં દસેક દિવસ રોકાવા ગઈ હતી. રોકાવા ગયેલી યુવતી ભૂરી પાછી આવતી ન હોય ચામસીંગને તેનો ઝુરાપો અકળાવતો હતો. ચામસીંગે આખરે ખેતરના પાકમાં છાંટવાની દવા પી લીધી હતી અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત