Team Chabuk-Gujarat Desk: કચ્છના અબડાસા તાલુકાના નરેડી ગામે બે સાપ વચ્ચે જંગ જામ્યો. એકમેકની સામે આવી જતા જાણે હું બળિયો એવું બતાવવા બંને જંગે ચઢ્યા. વર્ચસ્વની આ લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સાપને આપણે ક્યારેક જ લડતા જોઈએ છીએ. ભાગ્યે જ એવું બને છે કે બે સાપ સામ-સામે આવી ગયા હોય અને પ્રતિષ્ઠા માટે જંગ લડી રહ્યા હોય. સામાન્ય રીતે આપણે શ્વાન અને આંખલાઓને જ લડતા જોતા હોઈએ છીએ પરંતુ કચ્છના નરેડીમાં લોકોએ બે કાળોતરા સાપનું પણ યુદ્ધ જોયું. લગભગ અડધો કલાક સુધી બંને સાપે બાથ ભીડી અને ત્યારબાદ ખેતરમાં જતા રહ્યા. લડી રહેલા બંને સાપ ધામણ હોવાનો દાવો છે.
સાપ લડાઈનો વીડિયો નરેડી ગામનાં લોકોએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલી સાંપોની આ લડાઇ જાણે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોય એવું દ્રશ્ય સર્જાયું હતું બંને સાપ એકાદાનો જીવ ન જાય ત્યાં સુધી લડી જ લેવાના મૂડમાં જોવા મળ્યા.

આ અંગે પ્રકૃતિપ્રેમીઓએ કહ્યું કે, આવું ત્યારે બને જ્યારે સાપની પ્રજાતિનો સંવનનનો સમય હોય. ઉનાળુ પુરું થયું છે અને ચોમાસું શરુ થયું છે આ એજ સમય છે જ્યારે સાપ સંવનન કરતા હોય છે. વીડિયોમાં દેખાતા બન્ને સાપ નર છે અને માદા સર્પ માટે લડાઈ કરી રહ્યા છે તેવું કહી શકાય.
#કચ્છમાં બે સાપ વચ્ચે જામ્યો જંગ#kutch #SnakeFight pic.twitter.com/evBzJIbCRG
— thechabuk (@thechabuk) June 28, 2023
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત