Homeવિશેષ50MP કેમેરા અને 5G સપોર્ટમાં આવે છે આ સસ્તા ફોન, કિંમત 10,999...

50MP કેમેરા અને 5G સપોર્ટમાં આવે છે આ સસ્તા ફોન, કિંમત 10,999 રુપિયાથી શરુ, જાણો હેન્ડસેટ્સ વિશે

Team Chabuk-Tech Desk: અમે ભારતમાં ઉપલબ્ધ એવા કેટલાક સસ્તા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 50MP કેમેરા અને 5G સપોર્ટ સાથે આવે છે. તેમા સેમસંગ, વિવો, રેડમી, પોકો અને લાવા જેવી બ્રાન્ડના ફોન છે. આવો જાણીએ આ હેન્ડસેટ્સ વિશે.

5g phone under 11000

POCO M4 5Gમાં 6.58-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. આમાં Mediatek Dimensity 700 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાં બેક પેનલ પર 50MP + 2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. POCO M4 5G ના આ મોબાઈલમાં તમે 4 GB રેમ અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે 10,999 રૂપિયામાં વેરિઅન્ટ ખરીદી શકશો. તમે તેમાં 512 GB SD કાર્ડ મૂકી શકો છો.

SAMSUNG Galaxy F14 5Gમાં 6.6-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. તેની પાછળની પેનલ પર 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે 6000mAh બેટરી છે. 13MP ફ્રન્ટ કેમેરા છે. તેની કિંમત 14,490 રૂપિયા છે, જેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. આ મોબાઈલ Exynos 1330, Octa Core પ્રોસેસર સાથે આવે છે.

LAVA Blaze 1X 5G આ સ્માર્ટફોનની પાછળની પેનલ પર 6.5-ઇંચની ડિસ્પ્લે છે. તેની પાછળની પેનલ પર 50MP કેમેરા અને 5000mAh બેટરી છે. લાવાના આ સ્માર્ટફોનની કિંમત 12999 રૂપિયા છે, જેમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે.

REDMI Note 12 5G ના આ ફોનની કિંમત 16,999 રૂપિયા છે, જેમાં 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ મોબાઈલમાં 6.6 ઈંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની પાછળની પેનલ પર 48MP + 8MP + 2MP સેન્સર છે. 13MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

iQOO Z6 Lite 5G ના આ મોબાઈલને એમેઝોન પર રૂ.13,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ કિંમતમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ મોબાઈલમાં Snapdragon 4 Gen 1 પ્રોસેસર અને 120Hz રિફ્રેશ રેટ ઉપલબ્ધ હશે. તેની પાછળની પેનલ પર 50MP કેમેરા છે.

Vivo T2x 5G સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયામાં લિસ્ટ થયો છે. આ કિંમતમાં 6GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ ફોનમાં 6.58 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે. તેની પાછળની પેનલ પર 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments