Homeગુર્જર નગરીગીર સોમનાથઃ બાઈકમાંથી દારૂની 67 બોટલ મળતા પોલીસ પણ ચોંકી ગઈ !...

ગીર સોમનાથઃ બાઈકમાંથી દારૂની 67 બોટલ મળતા પોલીસ પણ ચોંકી ગઈ ! દીવથી 2 શખ્સો કરતાં હતા દારૂની હેરાફેરી

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકામાંથી એમેઝોનના પાર્સલ અને કેરીના બોક્સની આડમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયા બાદ વધુ એક કીમિયાનો પર્દાફાશ થયો છે. આ વખતે ભેજાબાજ બુટલેગરોએ બાઈકની સીટમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો. જો કે, બુટલેગરોનો આ કીમિયો પણ કામ ન આવ્યો. ગીર સોમનાથ LCB ની ટીમે દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ ગીર સોમનાથ એલસીબીની ટીમ ઉના તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ખાપટ ગામે પહોંચતા બાતમી મળી હતે કે, બે શખ્સો બાઈકમાં ચોરખાનું બનાવી દીવ તરફથી ઈંગ્લીશ દારૂ ભરી ઉના- ગીરગઢડા તરફ આવી રહ્યા છે.

બાતમી મળ્યા બાદ પોલીસે ખાપટ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને શંકાના આધારે એક બાઈક ચાલકને રોકાવ્યો હતો. બાઈકની તપાસ કરતાં કરતા મનીષ કીશનભાઇ બાંભણિયા (ઉ.વ.19), જયેશ ધીરૂ કામળિયા (ઉ.વ.25) બન્ને રહે. કોડિનાર વાળાએ મોટર સાયકલમાં સીટ નીચે તથા પેટ્રોલની ટાંકીમાં તથા સાઇડના પડિયામાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

આરોપી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની 3 હજાર 350 રૂપિયાની કિંમતની કુલ 67 બોટલો જપ્ત કરી હતી. દારૂના જથ્થા અને મોટર સાયકલ મળી કુલ 18 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments