Homeગુર્જર નગરીઅચાનક એવુ શું થયું કે ગૂજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા...

અચાનક એવુ શું થયું કે ગૂજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા ? જાણો વિગતો

Team Chabuk-Gujarat Desk: ગૂજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓએ અચાનક રાજીનામા આપી દેતા ખળભળાટ મચ્યો છે. જો કે, હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, જે બાદ નિર્ણય કરવામાં આવશે. મહત્વનું છે કે, હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરાઈ છે આ મુદ્દે વિદ્યાપીઠમાં વિવાદ ચાલી રહ્યો છે.

જે ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા છે તેમાં સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકરનો સમાવેશ છે. તેઓએ કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો છે.

તેમણે રાજીનામામાં લખ્યું છે કે, કુલપતિની પસંદગી બાબતે પહેલાં અધિકારીક મારફતે અમુક ધર્મની ના હોય, અમુક વ્યક્તિ વિરોધી ના હોય એવા માપદંડ બતાવી અને આખરે મંત્રી અને પક્ષના કાર્યકરો મારફતે અમુક વ્યક્તિ પસંદ થાય, ન વિદ્યાપીઠના પ્રશ્નો સાંભળવામાં આવશે તેવી શરત મૂકવામાં આવી છે. 102 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ મૌખિક દબાણ શરૂ થયું છે.

તેઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશે કહ્યું છે કે, સરકારને ટેકો આપનારા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધું છે. શું તેમને ગાંધી વિચારને છેદ દીધો હોય તેવું નથી લાગતું ? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સમિતિ નથી. અહિંસાના રસ્તાના સર કહેવાની હિંમત જરૂરી છે. તે વિનાનો ગાંધી અધૂરો છે. અંતર આત્માના અવાજને સાંભળી અને અનુસરીને સામુહિક રીતે રાજીનામાં આપવામાં જ શાણપણ સમજીએ છીએ.

બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે જણાવવ્યું છે કે, “8 ટ્રસ્ટીઓના રાજીનામું સ્વીકારાયું નથી. ગૂજરાત વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં ઉપર ચર્ચા કરીને રાજીનામું ન સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments