Team Chabuk-Gujarat Desk: દારૂ ભરેલી કારનો અકસ્માત થયો હતો. મોડાસાના જીવણપુર પાસે આ અકસ્માતની ઘટના બની હતી. દારૂ ભરેલી કારની પોલીસને બાતમી મળતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. જેનાથી બચવાના ચક્કરમાં બુટલેગરે ગાડી પૂરપાટ ચલાવતાં અકસ્માત થયો હતો. જેના પગલે કાર રોડની બાજુમાં ઊતરી ગઈ હતી, જ્યાં પોલીસ આવી પહોંચે એ પહેલાં તો આસપાસના લોકોએ કારમાંના દારૂની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જો કે પોલીસે ઘટનાસ્થળેથી કારના ચાલક સહિત બેની ધરપકડ કરી હતી. જ્યાં લોકોએ પણ બુટલેગરો પર પોતાનો હાથ સાફ કર્યો હતો. આજે સોમવારે મોડાસાના જીવણપુરથી થોડે દૂર દારૂ ભરેલી એક કાર પસાર થવાની છે એવી રૂલર પોલીસને બાતમી મળી હતી. તેના આધારે મોડાસા પોલીસ વોચમાં હતી. એ દરમિયાન એસયુવી કાર પૂરપાટ ઝડપે પસાર થતી નજરે પડતાં પોલિસે કારનો પીછો કર્યો હતો. ત્યારે કારને જીવણપુર ચોકડી પાસે અકસ્માત નડતાં કાર રોડની બાજુમાં ઊતરી ગઈ હતી.
કારમાં રહેલા દારૂની આસપાસના લોકોએ લૂંટ ચલાવી હતી. રૂરલ પોલીસ આવે ત્યાં સુધી કારમાંનો સંપૂર્ણ દારૂ લૂંટાઈ ગયો હતો. પોલીસે દારૂ ભરી જતી કારના ચાલક સહિત અન્ય એક એમ બેની ધરપકડ કરી હતી. જ્યાં ઘટનાસ્થળે હાજર લોકોએ પણ બુટલેગરોની ધોલાઈ કરી હતી. કારમાંથી થયેલી દારૂની લૂંટના દૃશ્યો કોઈકે પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જેના વીડિયો વાયરલ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત